ટંકારાના સાવડીમાં ખેડૂતની મગફળી સળગાવી દેતા નઠારા તત્વો

- text


માઠા વરસમાં ખેડૂતને પડયા ઉપર પાટુ : પાંચ વિધાની મગફળી બળીને ખાખ

ટંકારા : ટંકારાના સાવડી ગામે નઠારા તત્વોએ ખેડૂતને મોઢે આવેલ કોળિયો ઝૂંટવી લઈ પાંચ વિધાની મગફળીનો ઢગલો સળગાવી નાખતા સનસનાટી મચી ગઇ છે, આ મામલે હાલ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઘટના અંગે જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા ખેડૂત ઘનજીભાઈ ભીમજીભાઇની વાડીમાં ધુસીએ કોઈ નઠારા તત્વોએ આશરે પાંચેક વિઘાની મગફળીનો ઢગલો સળગાવી નાખતા માઠા વરસમાં પટેલ પરિવાર ઉપર આફત ઉતરી આવી છે.વધુમાં ગઈકાલે સાંજના સમયે ઘનજીભાઈ પટેલના પરિવારના બધા જ સભ્યો માતાજીની આરાધના કરવા આવ્યા હતા તેવા સમયે કોઈ અજાણ્યા શખ્સોએ વાડી રેઢી પડી હોય વાડીમાં ઘુસી મગફળી સળગાવી દીધી હતી અને જોત જોતામાં મગફળીમાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

- text

આ દ્રશ્ય ગ્રામજનોએ જોતા તેમને ઘનજીભાઈ પટેલને ફોનથી જાણ કરી હતી અને ઘટનાની જાણ થતાં ઘનજીભાઈ પટેલ તેમના પરિવાર સાથે વાડીએ દોડી ગયા હતા. પરંતુ ત્યાં સુધી માં તો મોડું થઇ ગયુ હતું અને મગફળી બળીને ખાખ થઇ ગઈ હતી.આ મામલે ભોગ બનનાર પટેલ પરિવાર દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

- text