મોરબી નગરપાલિકા કર્મચારી યુનિયનના હોદેદારોની નિમણુંક

- text


સ્વ.નરેન્દ્રસિંહ જાડેજાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

મોરબી : મોરબી નગરપાલિકા કર્મચારી યુનિયનની ગઈકાલે મળેલી બેઠકમાં નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.

- text

મોરબી નગરપાલિકા કર્મચારી યુનિયનની ગઈકાલે મળેલી બેઠકમાં પૂર્વ પ્રમુખ સ્વ.નરેન્દ્રસિંહ જાડેજાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને નવા પ્રમુખ તરીકે દીપકસિંહ જાડેજા, ઉપપ્રમુખ પદે અશોકભાઈ જોશી, ખજાનચી તરીકે જીતુભાઇ સંઘવી, મંત્રી પદે ઝુઝરભાઈ અમીન અને સહમંત્રી તરીકે રમેશભાઈ ખાનજીભાઈની નિમણુંક કરવામાં આવતા સર્વ કર્મચારીગણ તરફથી નવનિયુકત હોદેદારોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

 

- text