મોરબીમાં અમને વતન જેવી હૂંફ : બંગાળી કારીગરોએ મોરબીનો આભાર માન્યો

- text


મોરબીમાં વર્ષોથી સ્થાયી થયેલા બંગાળી કારીગરોએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી કોઈ જ તકલીફ ન હોવાનું જણાવ્યું

મોરબી : રાજ્યભરમાં પરપ્રાંતીય શ્રમિકો ઉપર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મોરબીમાં વસવાટ કરતા બંગાળી કારીગરોએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત પત્ર પાઠવી અમને અહીં કોઈ જ તકલીફ ન હોવાનું જણાવી મોરબી અમારું વતન હોવાનું જણાવી પોલીસ અને પ્રજાજનોનો આભાર માન્યો હતો.

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરી સોનાચાંદીનું કામ કરતા બંગાળી હિન્દૂ – મુસ્લિમ કારીગરો દ્વારા આઈ મા સેવા ટ્રસ્ટ સમાજ ચલાવે છે અને તાજેતરમાં ઘટેલી ઘટનાઓથી વ્યથિત થઈ મોરબીના વખાણ કરતા જણાવ્યું હતું કે, મોરબીની જનતા સાથે અમે પ્રેમ ભાવથી રહીએ છીએ અને ઘણા વર્ષો થયા અમો મોરબીને વતન માની કામકાજ કરી કામ મેળવીએ છીએ.

- text

વધુમાં આઈમાં ટ્રસ્ટના પ્રમુખ મહમદ શાહનવાઝ ( બાબુભાઇ બંગાળી ) અને ઉપપ્રમુખ ભોલાનાથ માજી અને ટ્રસ્ટીઓ તરફથી જિલ્લા કલેક્ટરને લેખિત પત્ર પાઠવી મોરબી પ્રજાને સંદેશો આપ્યો હતો કે હમણા બીજા જિલ્લાઓમાં પરપ્રાંતિઓને હિઝરત કરવી પડી છે પરંતુ અહીંયા આપણા મોરબી જીલ્લા શહેરમાં આવા કોઈ અમારા પરપ્રાંતીય બંગાલી હિન્દુઓ મુસ્લીમ ભાઈઓને તકલીફ પડેલ નથી કે ક્યારેય પણ કોઈ પ્રશ્ન ઉભા થયેલ નથી જેથી અમો મોરબી જનતાના ભાઈઓ – બહેનો, જિલ્લા કલેક્ટર અને તમામ વર્તમાનપત્ર, મીડિયાનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.

- text