આનંદો, મોરબી સામાકાંઠેથી – રાજકોટ બસ સેવાનો આવતીકાલથી પ્રારંભ

- text


યુવા ભાજપ અગ્રણી અને પાલિકાના કારોબારી ચેરમેન જયરાજસિંહ જાડેજાની રજૂઆત ફળી :એસ.ટી.યુનિયન અગ્રણી જયુભાનો આભાર વ્યક્ત કરાયો

મોરબી : દિવસે – દિવસે વિકાસની હરણફાળ ભરી રહેલા મોરબી શહેરનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારથી રાજકોટ જવા માટે બસ સુવિધા આપવા લાંબા સમયથી ચાલતી માંગણીમાં અંતે વિભાગીય એસ.ટી.નિયામક રાજકોટ દ્વારા આવતીકાલથી ગેંડાં સર્કલથી રાજકોટ વચ્ચે બસ સેવાનો પ્રારંભ કરવા નિર્ણંય લેવાતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં હાલમાં નવું અને જૂનું એમ બે બસસ્ટેન્ડ સ્ટેન્ડ આવેલાછે પરંતુ મોરબી શહેરની સૌથી મોટી વસ્તી જે ભાગમાં વસવાટ કરે છે તેવા સામાકાંઠા વિસ્તારમાં બસની કોઈ સુવિધા ન હોવાથી યુવા ભાજપ અગ્રણી અને મોરબી પાલિકના કારોબારી સમિતિના ચેરમેન જયરાજસિંહ જાડેજા દ્વારા છેલ્લા ઘણા સમયથી વિશાળ વસ્તીને સ્પર્શતા આ પ્રશ્ને રજૂઆત કરવામાં આવી રહી છે અને ટોચની નેતાગીરી સુધી આ મામલો ઉઠાવતા અંતે રાજકોટ એસ.ટી.ડેપો દ્વારા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગેંડા સર્કલથી રાજકોટ સીધી જ બસ સેવા શરૂ કરવા લીલીઝંડી આપવામાં આવી છે.

- text

મોરબી સામાકાંઠાથી રાજકોટ વચ્ચે એસ.ટી.બસ સેવા અંગે યુવા ભાજપ અગ્રણી જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આવતીકાલે સવારે 10.00 થી 10.30 દરમિયાન એસ.ટી.તંત્ર દ્વારા બે નવી બસ ફાળવી ગેંડા સર્કલથી રાજકોટ વચ્ચે બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે, સામાકાંઠા વિસ્તારમાંથી બસ સેવા શરૂ થતા લોકોને નવા કે જુના બસ સ્ટેશન સુધી જવું નહીં પડે અને દરેક મુસાફરોને રૂ.20 થી 25 નો લોકલ ભાડાનો ફાયદો થશે.

મોરબીના સામાકાંઠા વિસ્તાર માટે એસ.ટી. તંત્ર દ્વારા બસ સેવા શરૂ કરાવવામાં એસ.ટી. યુનિયન અગ્રણી જયુભાએ જનહિતમાં સરાહનીય પ્રયાસો કરતા મોરબીને વધુ એક સુવિધા મળી હોવાનું જણાવી જયરાજસિંહ જાડેજાએ તેઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

 

- text