મોરબી અને માળીયામાં થી બે હોન્ડા ઉપડી ગયા

- text


મોરબી : મોરબી તાલુકાના ટીમ્બડી ગામના પાટિયા પાસે અને માળીયા ગામેથી બે અલગ અલગ ઘટનામાં હોન્ડા ચોરાઈ જતા ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ મથકેથી જાણવા મળ્યા મુજબ મોરબી ટીમ્બડી ગામના પાટિયા પાસેથી પ્રકાશભાઇ ભુદાભાઇ ગોયલનું રૂપિયા ૧૦ હજારની કિંમતનું હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ અને માળીયાના શકીલભાઇ યાસીનભાઇ મોવરનું ૨૫ હજારની કિંમતનું મોટર સાયકલ ચોરાઈ જતા બન્ને વાહનચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text