હળવદના રણજીતગઢ ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

- text


હળવદ : હળવદના રણજીતગઢ ગામે ભરાતા મેળામાં જુગારની રમઝટ બોલતી હોવાની બાતમીને પગલે હળવદ પોલીસે દરોડો પાડી ચાર આરોપીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા.

- text

હળવદ પોલીસે રણજીતગઢ તળાવ નજીકથી જુગાર રમી રહેલા (૧) મનસુખભાઇ રામજીભાઇ કણઝારીયા, ઉ.વ ૫૫ ધંધો ખેતી રહે રુદ્ર-૨ સરા રોડ હળવદ તા.હળવદ (૨) દીનેશભાઇ ખેતાભાઇ શીયાળ, ઉ.વ ૨૫ ધંધો ખેતી રહે દેવીપુર તા.હળવદ (૩) સાર્દુરભાઇ રાઘવજીભાઇ વલીયાણી, ઉ.વ ૨૫ રહે ગામ ટીકર તા.હળવદ તથા (૪) અનીલભાઇ હરજીભાઇ ચૌહાણ જાતે દલવાડી ઉ.વ ૨૭ ધંધો ખેતી રહે ગામ ટીકર દેના બેંકની સામે વાળાઓને રોકડા રૂપિયા ૫૫૪૦ સાથે ઝડપી લઈ ગુન્હો નોંધ્યો હતો.

- text