ટંકારા નજીક ટ્રકે બળડગાડું હડફેટ લેતા ખેડૂતનું મોત

- text


અજાણ્યા ટ્રક ચાલકે અકસ્માત સર્જતા બળદને પણ ગંભીર ઇજા

ટંકારા : ધ્રોલ – ટંકારા હાઇવે પર અજાણ્યા ટ્રક ચાલકે ઓટળા ગામના ખેડૂતના બળદગાડાને હડફેટ લેતા ખેડૂતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને બળદને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો મુજન ગઈકાલે સવારે પોણા છએક વાગ્યના અરસામાં ધ્રોલ – ટંકારા હાઇવે પર બળદગાડુ લઈને જઈ રહેલા પ્રવીણભાઈ ઘોડાસરાને ઓટાળા બસ સ્ટેન્ડથી લતીપર ગામ તરફ થોડે દુર અજાણ્યા ટ્રક ચાલકે હડફેટ લેતા પ્રવીણભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

- text

બાદમાં સારવાર દરમિયાન પ્રવીણભાઈનું મૃત્યુ નિપજતા તેમના પુત્ર અનીલભાઇ પ્રવીણભાઇ ઘોડાસરા, રહે.હાલ મોરબી પંચાસર રોડ ઉમા રેસીડેન્સી સત્યમહોલ સામે ઉમા એપાર્ટમેન્ટ ફલેટ નંબર-૬૦૬ વાળાએ અજાણ્યો ટ્રક ચાલક વિરુદ્ધ પોતાના હવાલાવાળો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે બેફીકરાઇથી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી તેમના પિતાજીને અને બળદગાડાને હડફેટે લઇ બળદગાડાને તથા બળદને રોડ ઉપર પછાડી દઇ પ્રવિનભાઈને માથામાં તથા પગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવી પોતાનો ટ્રક લઇ નાશી જતા ગુન્હો કરવા બાબતે ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે ટંકારા પીએસઆઇ એમ.ડી.ચૌધરીએ વધુ તપાસ શરૂ કરી છે.

- text