હળવદમાં ચાર રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો

- text


રેલવે કોલોની અને શંકરપરા વિસ્તારમાં બન્યો બનાવ : રોકડ તેમજ સોના – ચાંદીના દાગીના ગયા

હળવદ : હળવદ શહેરમાં ગત રાત્રીના રેલવે કોલોની અને શંકરપરામાં તસ્કરોએ ધામા નાખ્યા હોય તેમ જુદા – જુદા ચાર મકાનોને નિશાન બનાવ્યા હતા જે પૈકી બે મકાનોમાં તસ્કરોને ફોગટ ફેરો થયો હતો.

ગઈકાલે રાત્રે હળવદમાં ચોરી થઈ હતી જેમાં રેલવે કોલોનીમાં બે મકાન અને શંકરપરામાં બે મકાનોને તસ્કરો ત્રાટકયા હતા. જો, કે શંકરપરા વિસ્તારમાં તસ્કરો ચોરી કરવામાં નિષ્ફળ નિવડયા હતા. બનાવના પગલે આજુબાજુના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી પરિસ્થિતિવર્તાઈ રહી છે ત્યારે તસ્કરો પણ પટમાં આવ્યા હોય તેમ ચોરીના બનાવો પણ સામે આવી રહ્યા છે.

- text

હળવદ શહેરના રેલવે કોલોની અને શંકરપરા વિસ્તારમાં તસ્કરો ત્રાટકયા હતા જેમાં રેલવે કોલોનીમાં રહેતા ઘનશ્યામભાઈના મકાનમાં રોકડ તેમજ ચાંદી તેમજ અન્ય એક પરપ્રાંતિય યુવાનના ઘરમાં પણ રોકડની ચોરી થઈ હોવાનું બનાવ સામે આવ્યું છે. જયારે શંકરપરા વિસ્તારમાં તસ્કરોને ફોગટનો ફેરો થયો હોવાનું જાણવા મળ્યું છે. ગત રાત્રીના થયેલ ચોરીના બનાવના પગલે લોકોમાં ગભરાટનો માહોલ જાવા મળી રહ્યો છે.

- text