મોરબી જિલ્લામાં હાર્દિકના સમર્થનનો જુવાળ યથાવત : ઠેર ઠેર ઉપવાસ અને રામધૂન

- text


ટંકારાના કલ્યાણપૂર ગામે હાર્દિક પટેલના દીર્ધાયું માટે યજ્ઞ કરવામાં આવ્યો : ટંકારામાં આજે મામલતદારને આવેદન અપાશે : મોરબીના બગથળા, થોરાળા અને માળિયાના નંદનવન(દેરાળા) સહિતના ગામોમાં પ્રતીક ઉપવાસ અને રામધૂનના કાર્યક્રમો યોજાયા

મોરબી – ટંકારા : હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર ગણાતા મોરબી જિલ્લામાં ઠેર ઠેર સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં હાર્દિકના સમર્થનમાં એક પ્રકારનો જુવાળ જોવા મળી રહ્યો છે. જેમાં મોરબી અને ટંકારાના મોટાભાગના ગામોમાં છેલ્લા અઠવાડિયાથી પ્રતીક ધરણા અને રામધૂનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે ટંકારાના કલ્યાણપૂર ગામે હાર્દિક પટેલના દીર્ધાયું માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો. જયારે ટંકારામાં આજે મામલતદારને આવેદન અપાશે તેમજ મોરબીના બગથળા, થોરાળા અને માળિયાના નંદનવન(દેરાળા) સહિતના ગામોમાં પ્રતીક ઉપવાસ અને રામધૂનના કાર્યક્રમો યોજાયા હતા.

- text

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થન માટે ઉઠેલો જુવાળ મોરબી જિલ્લામાં યથાવત રહ્યો છે. આજે ટંકારાના કલ્યાણપુર ગામમાં હાર્દિક પટેલ લડવા માટે શક્તિ અને દીર્ઘાયુ માટે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં પાસ કન્વીનર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ટંકારા તાલુકા પાસ કન્વીનર પ્રકાશ સવસાણી ના ગામ કલ્યાણપર ખાતે આજે સવારે વૈદિક મંત્રો સાથે ગાયત્રી યજ્ઞ નુ આયોજન કર્યું હતું જેનો ઉદ્દેશ્ય સરકાર ને સદ બુદ્ધિ હાર્દિક પટેલ ને ઉપવાસ આંદોલન મા શક્તિ અને દિર્ધાયુ હેતુ આ યજ્ઞ કરવામા આવ્યો હતો. જયારે માળીયા મિયાણાના નંદનવન(દેરાળા) ગામે પણ પ્રતીક ઉપવાસ અને રામધૂનના યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આ ઉપરાંત મોરબીના થોરાળા ગામે પણ હાર્દિક પટેલના સમર્થનમાં ધરણા અને રામધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં થોરાળાના ગ્રામજનોની સાથે આજુબાજુના ગામના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ સાથે સંસદ મોહન કુંડારીયાએ દત્તક લીધેલા મોરબીના અગ્રણી અને મહત્વના ગામ ગણાતા બગથળા ગામે પણ આજે હાર્દિકના સમર્થનમાં પ્રતીક ઉપવાસ અને રામધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

તેમજ ત્યારે હળવદ પંથકમાં હાર્દિક પટેલના સમર્થનમાં ઠેરઠેર પ્રતિક ધરણા અને રામધુન બોલાવવામાં આવી રહી છે. ત્યારે હળવદ તાલુકાના સમલી ગામના પાટીદાર સમાજ દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજી રામધુન બોલાવવામાં આવી હતી. તો સાથે જ સરકાર વહેલી તકે પાટીદાર સમાજની માંગ સ્વીકારે તેવી વેદના વ્યકત કરાઈ હતી.તેમજ ઈન્કલાબ જિંદાબાદના નારા લગાવી હાર્દિક પટેલની તબિયત માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

આમ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન મળી રહ્યું છે. અને દરરોજ અલગ અલગ ગામોમાં પાટીદારો દ્વારા હાર્દિકના ટેકામાં અને સરકારના વિરોધમાં કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.

વધુ ફોટા જોવા ફોટાને સ્ક્રોલ કરો..

- text