વાંકાનેર નજીક કારમાં પશુભરીને કતલખાને લઇ જતા બેની ધરપકડ

- text


વધુ એક આરોપીનું નામ ખુલતા પોલીસે તેને પકડવાની તજવીજ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના ભેરડા પાસે બે પશુઓને કારમાં કતલખાને લઈ જતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગુનામાં વધુ એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના ભેરડા ગામના પાટિયા પાસેથી તાલુકા પોલીસ બે પશુઓને નિર્દયતા પૂર્વક કવાલીશ કારમા રાખીને કતલખાને લઈ જતા ભરત પોપટ પરમાર , રવિ નાગજી સિંધવને પકડી પાડ્યા હતા. બન્ને પશુઓને પોલીસે મુક્ત પણ કર્યા હતા.

- text

પ્રાથમિક પૂછપરછમાં વધુ એક આરોપી પોપટ મારાજ પરમારનું નામ ખુલતા તાલુકા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.

- text