ટંકારા : વીરાના વિરહમાં રહેલી ૬ હિન્દૂ બહેનોના ભાઈની ફરજ અદા કરતો મુસ્લિમ યુવાન

- text


સગા ભાઈનું આકસ્મિક મૃત્યુ બાદ મુસ્લિમ યુવાને ૬ બહેનોના ભાઈ તરીકેની ફરજ બજાવી : દર રક્ષાબંધને છ બહેનો મુસ્લિમ ભાઈને ભાવભેર રાખડી બાંધી રક્ષાબંધન ઉજવે છે.

ટંકારા : ટંકારામાં છ બહેનોના એકના એક ભાઈએ અચાનક ચીર વિદાય લીધી હતી. ત્યારે એક મુસ્લિમ યુવાને વીરાના વિરહમાં રહેલી છ હિન્દૂ બહેનોના ભાઈ તરીકેની તમામ ફરજો નિભાવીને ભાઈ અને બહેનના સંબંધનો એક પ્રેરણાદાયી કિસ્સો સમાજને પૂરો પાડ્યો છે. હાલ આ ચાર બહેનો તેમના મુસ્લિમ ભાઈના કાંડે દર વર્ષે રાખડી બાંધી રક્ષાબંધનું પર્વ ભાવભેર ઉજવે છે.

ટંકારામા પોલીસ ખાતામા રાઈટર હેડ તરીકે નિવૃત થયેલા ધામિઁક વૃતિના ગુણુભાઈ દેવમુરારી તેમના પત્નિ હંસાબેન અને ૬ પુત્રી તેમજ એક પુત્ર અલ્પેશને વિલાપ કરતા છોડી અચાનક હ્યદયરોગથી મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ સને ૨૦૦૧ના ભયાનક ભૂકંપ વખતે કચ્છમા ઉચ અભ્યાસ કરતો છ બેનડીનો ઍક નો ઍક જુવાનજોધ વિરો કોલેજની હોસ્ટેલનુ બિલ્ડીંગ કડડભૂસ થઈ જમીનદોસ્ત થતા તેના કાટમાળ નીચે દબાઈ જતા મૃત્યુ પામ્યા બાદ વિધવા મા અને છ બેનડીઑ નોધારી બની હતી.દર વષૅઁ રક્ષાબંધને બેનડીઑ ચોધાર અશ્રુઍ વિરાનુ કાંડુ શોધતી રહેતી હતી.પરંતુ સાધુ પરીવાર સાથે અગાઉથી નાતો ધરાવતા મુસ્લિમ સમાજના હનિફ અલાણા સંધી દુઃખની ઘડીએ પાસે આવ્યા હતા. અને સતર વર્ષથી તેઓ આ છ બહેનોના ભાઈ બનીને તેઓ પાસે રાખડી બંધાવે છે.

- text

દર વર્ષે આ છ બહેનો સાસરેથી અહીં રક્ષાબંધન પર્વ ઉજવવા આવે છે. અને હનિફભાઈ અલાણાને કાંડે રાખડી બાંધે છે. સામે હનીફભાઈ પણ આ છ બહેનોના ભાઈ તરીકેની ફરજ નિભાવે છે. આ કિસ્સો એ વાતની પૂર્તિ કરે છે કે સ્નેહ અને લાગણીના સંબંધ વચ્ચે ક્યારેય ધર્મની બાધ આવતી નથી.

- text