મોરબીના રાષ્ટ્રવાદી પ્રખર સંગઠને નડાબેટ બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને રાખડી બાંધી

- text


રાખડી બંધાવતી વેળાએ સેનાના જવાનો બન્યા ભાવવિહોર

મોરબી : મોરબીના રાષ્ટ્રવાદી પ્રખર સંગઠને રાધનપુર પાસે આવેલ ભારત પાકિસ્તાનની નડાબેટ બોર્ડર પર ફરજ બજાવતા સેનાના જવાનોને કાંડે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

પોતાના પરિવારથી દૂર રહીને દેશનું રક્ષણ કરતા સેનાના જવાનો પોતાના પરિવારની સાથે તહેવાર ઉજવી શકતા નથી. ત્યારે રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન દ્વારા આજે આ જવાનો સાથે રક્ષાબંધનના પાવન પર્વની ભાવભેર ઉજવણી કરી હતી.

- text

 

રાષ્ટ્રવાદી પ્રખર સંગઠને આજે રાધનપુર પાસે આવેલ ભારત પાકિસ્તાનની બોર્ડર નડાબેટ પર ફરજ બજાવતા સેનાના જવાનોને કાંડે રાખડી બાંધી હતી. આ પ્રસંગે સેનાના જવાનો ભાવવિહોર બન્યા હતા. રક્ષાબંધનની આ ઉજવણીમાં જતીન ફુલતરિયા સહિતના ૧૦ જેટલા પરિવારો જોડાયા હતા.

- text