વાંકાનેર બાઉન્ડ્રી નજીક પકડાયેલા દારૂ મામલે છ શખસો વિરુદ્ધ ગુન્હો નોંધાયો

- text


દસેક માસ પૂર્વે પકડાયેલ દારૂ પ્રકરણમાં ખોટી બીલ્ટી મામલે ગુન્હો

મોરબી : દસેક માસ પૂર્વે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઝડપાયેલા વિદેશી દારૂ મામલે એલસીબીએ ગઈકાલે વાંકાનેર પોલીસ મથકમાં છ શખસો વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસે દારૂ મામલે આરોપી (૧) ભગવાનસીંગ S/O નંદરામ જુગરીરામ ઉ.વ ૪૫ રહે ગામ સેલાના તા.જી.જજ્જર હરિયાણા (૨) ધર્મેન્દ્ર S/O ઓમપાલજી શેરાવત ઉ.વ ૨૫ રહે બઢેડા તા.જી જજ્જર હરિયાણા. (૩) અલતાફ ઉર્ફે છ આંગળી હનીફભાઇ થઇમ ઉ.વ ૩૮ રહે રાજકોટ નવા થોરાળા વિજયનગર શેરી નં-૨ તા.જી.રાજકોટ (૪) જોગીન્દર યાદવ રહે નજફગઢ દિલ્લી (૫) કાલુ યાદવ રહે નજફગઢ દિલ્લી (૬) ઇર્શાદ S/O જાહુલ ફઝરૂ હક,મેઉ મુસ્લીમ,રહે સીસવાના,જાટકા સિસ્વા ૨૨/૯૮ તા.ફિરોઝપુર જી.મેવાત,થાણા નગીના, હરિયાણા વાળા વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.

- text

વધુમાં આ કામના આરોપી ઓએ એક બીજા સાથે મેળાપીપણુ કરી આરોપી નં.-૧નાએ પોતાના હવાલા વાળી ટ્રક HR-55-V-4531 માં પૂર્વ આયોજીત કાવતરૂ રચી ગુજરાત રાજયમાં સંપૂર્ણ દારૂ બંધી હોવાનુ જાણતા હોવા છતા ટ્રકમાં ઇગ્લીંશ દારૂ ભરવા સારૂ ખોટી બિલ્ટી બનાવી તેનો ઇગ્લીંશ દારૂની હેરફેર કરવામાં બિલ્ટી ખોટી હોવાનુ જાણતા હોવા છતા તેનો ઠગાઇ કરવાના હેતુથી ખરા તરીકે ઉપયોગ કરી રાજય સેવકને ગેરમાર્ગે દોરી આરોપી નં.૧-૨નાઓ ઇગ્લીંશ દારૂના જથ્થાની હેરફેર કરતા ટ્રક તથા બિલ્ટી સાથે જે તે વખતે મળી આવતા આરોપીઓએ ગુન્હો કરતા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text