મોરબી જિલ્લામાં સ્વતંત્ર પર્વની ઉલ્લાસભેર ઉજવણી : ઠેર ઠેર ધ્વજવંદન

- text


(ટિમ મોરબી અપડેટ) મોરબી : દેશના ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આન બાન અને શાનથી કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા કક્ષાની ઉજવણી માળિયા ખાતે કરવામાં આવી હતી. આ ઉપરાંત મોરબીના જેઈલ રોડ પરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અધિક કલેકટર કેતન જોષીના હસ્તે ધ્વજવંદન તેમજ નાની વાવડી ગામે તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. જયારે મોરબીની નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ કેતન વીલપરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ તેમેજ જિલ્લામાં મોરબી, માળિયા, હળવદ,વાંકાનેર અને ટંકારામાં ઠેર ઠેર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળા, કોલેજો, કચેરીઓ તેમજ ઔદ્યોગિક એકમોમાં પણ ત્રિરંગો લહેરાવી લોકોએ સ્વતંત્ર પર્વની આન બાન અને શાનથી ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

મોરબી જીલ્લા કક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી માળિયા ખાતે કરવામાં આવી
માળિયા ખાતે જીલ્લા કક્ષાની ઉજવણીમાં જીલ્લા કલેકટરના હસ્તે તિરંગો લહેરાવી ધ્વજવંદન કરવામાં આવેલ આ પ્રસંગે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન બાદ કલેકટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સરકારના વિવિધ વિકાસકાર્યો અને યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તો હળવદ તાલુકાને વિકાસ કાર્યો માટે ૨૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી તો વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારી અને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એસઓજીના પોલીસ કર્મચારીને સન્માનિત કરવામાં આવ્યા હતા.


વાંકાનેરમાં આન બાન અને શાનથી ત્રિરંગો લહેરાવ્યો
વાંકાનેરમાં સ્વાતંત્ર પર્વની તાલુકા કક્ષાની ઉજવણી રાતીદેવડી ગામે કુમાર પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારીશ્રી ના હસ્તે યોજાઇ હતી. જેમાં પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર શ્રી, ટીડીઓ, સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો, વેપારી પ્રતિનિધિઓ, શહેર પોલીસ, હોમગાર્ડના જવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ. ધ્વજવંદનમાં સલામી આપતી વેળાએ વાંકાનેર મામલતદાર ચાવડા દ્વારા રાષ્ટ્રીય ધ્વજને સલામી ન આપતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.


હડમતિયામાં સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી કરવામા આવી
ટંકારાના હડમતિયામાં ૧૫ અોગષ્ટ અેટલે કે ૭૨ માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી દિપ પ્રાગટયથી કરવામા આવી ત્યારબાદ દેશની આન ગણાતા ત્રિરંગાને સરપંચશ્રી દ્વારા સલામી આપી રાષ્ટ્રીયગાન ” જણ ગણ મન અધિનાયક જય હૈ…” ના ગાનથી તેમજ દેશ માટે શહિદ થઈ ગયેલ શહિદોને ” શ્રદ્ધાસુમન” અર્પણ કરીને બે મિનિટ મૌન પળીને સ્વતંત્રતાપર્વની ઉજવણી કરવામાં આવી સાથે સ્કુલની બાળાઅોઅે સ્વાગતગીત તેમજ દેશભક્તિગીતનુ ગાન કર્યું હતું. ત્યારબાદ વિધાર્થીઆેને પ્રોત્સાહિત રુપે ધોરણ ૧ થી ૧૦ મા ૧ થી ૩ માં અવ્વલ નંબર આવતા દાતાઅોશ્રી, સરપંચશ્રીના હસ્તે વિધાર્થીઅોને “શિલ્ડ તેમજ ઈનામ” આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ગામના સરપંચ રાજાભાઈ ચાવડા, ઉપસરપંચશ્રી, જીલ્લાપંચાયત સદસ્યશ્રી, ટંકારા તાલુકા પંચાયત સદસ્યશ્રી, માધ્યમિકશાળાના પ્રમુખશ્રી, ટ્રસ્ટીઅોશ્રી, સેવા સહકારી મંડળીના પ્રમુખ તેમજ મંત્રીશ્રી, માજી સરપંચો,સદસ્યોશ્રીઅો, પ્રાથમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાના વિધાર્થીઆે, આચાર્યશ્રીઅો, અેસ.અેમ.સી અધ્યક્ષશ્રીઅો, શિક્ષકગણ, વાલીગણ, ગ્રામજનો બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા.


સજનપર ગામમાં શ્રીસજનપર પ્રાથમિક શાળામાં ત્રિરંગો લહેરાવાયો
ટંકારાના સજનપર ગામે સજનપર પ્રથિમિક શાળામાં ધ્વજવંદન કરી સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગામના સરપંચ શ્રી ભાવનાબેન અશોકભાઈ બરાસરાએ ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.


લિઓલિ સિરામિકમાં ધ્વજવંદન સાથે ત્રિરંગાને સલામી અપાઈ
મોરબીના જાણીતા લિઓલિ સિરામિકમાં સ્વતંત્ર પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. લિઓલિ સિરામિકના ડાયરેક્ટર હિતેશ પટેલ, મનીષ ગડારા તેમજ મેનેજમેન્ટ ટિમ અને સ્ટાફ દ્વારા ધ્વજવંદન કરી આન બાન શાનથી ત્રિરંગાને સલામી આપી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા.


સીમાન્ટો વિટ્રીફાઈડમાં ધ્વજવંદન કરવામાં આવ્યું
સીમાન્ટો વિટ્રીફાઈડના ડાયરેક્ટર જગદીશભાઈ ગોરિયા સહિતના સ્ટાફ અને કર્મચારીગણ દ્વારા ફેકટરીમાં ત્રિરંગો લહેરાવી સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી.


બ્લુઝોન વિટ્રિફાઇડમાં ત્રિરંગોને સલામી અપાઈ
મોરબીની જાણીતી બ્લૂઝોન વિટ્રિફાઇડ સીરામીક કંપનીમાં આન બાન અને શાન સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કંપનીના માલિકો અને કર્મચારીઓએ ત્રિરંગો લહેરાવી ગર્વભરે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.


બ્લિઝાર્ડ સિરામિકમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ

- text

મોરબીના બ્લિઝાર્ડ સિરામિકમાં પણ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કંપનીના ડાયરેક્ટર હાર્દિકભાઈ ભાલોડીયા સહિત ડાયરેક્ટરો અને કર્મચારી અને સ્ટાફમિત્રો દ્વારા ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી.


ભડિયાદ ગામે સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિતે પ્રાથમિક શાળામાં બાળકોને ભોજન કરાવ્યુ
મોરબીના ભડિયાદમા ૭૨માં સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામના મહિલા ઉપસરપંચે શાળાના ભૂલકાઓને ભાવતું ભોજન કરાવીને ભૂલકાઓના ચહેરા પર સ્મિત રેલાવ્યું હતું. જેમાં ધ્વજવંદનના કાર્યક્રમ બાદ ભડીયાદ ગ્રામપંચાયતનાં ઉપસરપંચ જલ્પાબેન અઘારાએ ભડીયાદ પ્રાથમિક શાળામાં બાળકોને ભોજન કરાવ્યુ હતું. સમૂહમાં ભાવતું ભોજન કરીને બાળકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતુ.


નવયુગ શૈક્ષણિક સંકુલમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જાણીતા જિલટોપ ગ્રૂપના ઉદ્યોગપતિ ડી.સી.પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક મહાનુભાવો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ત્રિરંગાને સલામી આપી હતી. સાથે વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાના દેશભક્તિ ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજિયા સાહેબ સહિતની નવયુગ ટિમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.


દેવ સોલ્ટ કંપની દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ
માળીયા નજીક આવેલી જાણીતી મીઠાનું ઉત્પાદન કરતી દેવ સોલ્ટ કંપની દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કંપનીના અધિકારી ભૂપતસિંહ જાડેજા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આસપાસના ગામોમાં 1600 જેટલા બાળકોને બિસ્કિટ ચોકલેટનું વિતરણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું કંપનીના જનરલ મેનેજર કોટેચના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. આ તકે કંપનીના ચેરમેન ડી.એસ.ઝાલા અને એમ.ડી. હિતેન્દ્રસિંહ ઝાલાએ શુભકામનાઓ પાઠાવી હતી.


મોરબીની ન્યુ એલ.ઇ.કોલેજ ખાતે ત્રિરંગો લેહરવાયો
મોરબીના હળવદ રોડ પર નવી બનેલી ન્યુ એલ.ઇ.કોલેજ ખાતે આન બાન અને શાન સાથ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સ્ટાફ મિત્રો દ્વારા ત્રિરંગો લહેરાવી ગર્વથી સલામી આપી હતી.


સ્વતંત્ર પર્વ નિમિતે મોરબીના શિક્ષકનું સંસ્કૃત ક્ષેત્રે યોગદાન બદલ સન્માન
માળીયા ખાતે સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દર્મિયા જિલ્લા કલેકટર દ્વારા મોરબીની સાર્થક વિદ્યાલયના સંચાલક અને શિક્ષક કિશોરભાઈ શુક્લનું સંસ્કૃત શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું.


જોધપરમાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનમાં સ્વતંત્ર પર્વની ઉજવણી
મોરબીના જોધપર ગામે આવેલ કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં શાળાના મંત્રી જાલરિયા, પ્રમુખ અઘારા, પ્રિન્સિપાલ દેત્રોજા, કેમ્પસ ડાયરેકટર કન્ટેશરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 


લાઈફ લિંક્સ વિદ્યાલયમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લાઈફ લિંકસ વિદ્યાલયમાં ટ્રસ્ટી હિતેન બારૈયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધોરણ ૬,૭ અને ૮ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓ જાડેજા સ્વાતિ , જામંગ સ્નેહા, નેન્સી, વિધી તથા ઊર્મિ દ્વારા સ્પીચ આપવામાં આવી હતી સાથે પેઢોડિયા હિરેને દેશભક્તિ ગીત ગાયું હતી. ઝાંસીની રાણી વિશે રાણવા આશાબેને સ્પીચ આપી હતી. સ્કૂલના આચાર્ય તથા પ્રમુખ જયંતિભાઈ બારૈયાઅે વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ગણને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.


મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં ધ્વજવંદન કરાયું : વકીલો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ન્યાય મંદિર ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ બાર એસો.ના તમામ સભ્યો તેમજ વકીલો માટે મ્યુઝિકલ ચેર, મ્યુઝિકલ બોલ, કોથળા દોડ, લીંબુ ચમચી, દંડ( પુશ અપ), જનરલ પ્રશ્નોતરી, સાદી દોડ અને પંજો લડાવવા જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોને પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ તરફથી પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

- text