મોરબીમાં સમતા ફાઉન્ડેશન દ્વારા ૨૨મીએ સ્વાતંત્ર્ય સેનાનીના જીવન વિષયક પરીક્ષા લેવાશે

- text


સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરનારને રોકડ પુરસ્કારથી સન્માનીય કરાશે

મોરબી : મોરબીની નોબલ કિડઝ સ્કૂલ ખાતે સમતા ફાઉન્ડેશન દ્વારા આગામી તા. ૨૨ના રોજ સ્વાતંત્ર્યતા સેનાનીઓના જીવન વિષયક સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા પરિક્ષાર્થીઓને રોકડ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવશે.

- text

આગામી તા. ૨૨ને બુધવારના રોજ ૭૨માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે સમતા ફાઉન્ડેશન-મોરબી દ્વારા ભારત દેશના સ્વતંત્રતા સેનાનીઓના જીવન ચરિત્ર વિષયક સ્પર્ધાત્મક પરીક્ષા યોજવા માં આવશે ધો. ૫ થી ૮,ધો. ૯ થી ૧૨ અને ધો. ૧૨ થી ઉપર તમામ તથા અન્ય વિભાગમાં પરીક્ષા યોજાશે.રજિસ્ટ્રેશન માટે ની છેલ્લી તારીખ ૧૮ ઓગસ્ટ રહેશે. વિજેતાઓને ઇનમથી પ્રોત્સાહિત કરાશે જેમાં પ્રથમ ઇનામ ૫૦૦૧/- રોકડ, દ્વિતીય ઇનામ ૨૧૦૦/- રોકડ અને તૃતીય ઇનામ ૧૧૦૦/- રોકડ રાખવામાં આવ્યું છે. પરીક્ષામાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા ઉપસ્થિત રહેશે.પરીક્ષા તા. ૨૨ને બુધવારના રોજ સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ દરમિયાન યોજાશે. રિપોર્ટિંગ સમય સવારે ૮:૦૦ વાગ્યાનો રહેશે.

પરીક્ષા સ્થળ નોબલ કિડ્સ સ્કૂલ, ભડિયાદ રોડ-મોરબી રાખવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન માટે યુનિક સાઇબર ઝોન, સૂર્યોદય કોમ્પ્લેક્સ, ત્રિકોણ બાગ પાસે, મોરબી મો.નં. ૮૦૦૦૮ ૨૭૪૬૧, ઓમ શ્રી સ્ટુડિયો, ખોડિયાર કોમ્પ્લેક્સ, ભડિયાદ રોડ, મોરબી મો.નં. ૯૯૧૩૮ ૯૭૬૦૫ અથવા અક્ષર આર્ટ, ૧લો માળ, માધવ માર્કેટ, સનાળા રોડ,મોરબી મો.નં. ૮૦૦૦૦ ૯૬૦૯૫ નો સંપર્ક કરવાનો રહેશે.

- text