વાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી. એસ. આઈ. જી.આર.ગઢવી દ્વારા ગત મોડી રાત્રે વાંકાનેર તાલુકાના યજ્ઞપુરુષ નગર ના પાટીયા પાસેથી એક મારુતિ વેગન આર જીજે 6 બીએ 8189 માંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 228 કિંમત રૂપિયા 79800 તથા બિયર ટીન 144 કિંમત રૂપિયા 14400 તથા મોબાઇલ નં. 2 કિંમત રૂપિયા 2500 અને મારુતિ વેગન આર કાર કિંમત એક લાખ આમ કુલ મુદ્દામાલ રૂપિયા 196700 નો કબજે કરી આરોપી ધર્મેન્દ્રસિંહ જામભા રાઠોડ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી અને હિતેન્દ્રસિંહ ઈન્દ્રવિજયસિંહ જાડેજા રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી વાળા ની ધરપકડ કરી માલ આપનાર ગીરિરાજસિંહ ભીખુભા વાળા યજ્ઞપુરુષ નગર વાળા ની શોધખોળ આદરી છે.

અત્રે એ નોંધનીય છે કે વાંકાનેર તાલુકા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી દેશી અંગ્રેજી દારૂનો જથ્થો વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી રહ્યો છે વાંકાનેર તાલુકા નો વિસ્તાર ઘણો મોટો હોય અને પોલીસ સ્ટાફ ઓછો હોય ઉપરાંત તાલુકા વિસ્તારમાં અનેક સીરામીક ફેક્ટરીઓ આવેલ હોવાથી પરપાંત્રીય મજૂરો રહેતા હોય આ બાબતનો લાભ બુટલેગરો લઇ રહ્યા છે માટે વાંકાનેર તાલુકા પોલીસની સંખ્યા વધારવાની તાતી જરૂરીયાત છે.