વાંકાનેરમાં નાણાંની ઉઘરાણી બાબતે મારામારી

- text


વાંકાનેર : વાંકાનેરમાં નાણાકીય લેતી દેતિમાં બે શખ્સોએ દેવીપૂજક યુવાનને માર મારતા ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળ્યા મુજબ ફરિયાદી મુકેશભાઇ વલ્લભભાઇ વાધેલા જાતે દે.પુ. ઉ.વ. ૨૫ રહે સીટી સ્ટેશન રોડ અમરસિંહજી હાઇસ્કુલ સામે ઝુપડા વાળાએ આરોપી (૧) જીતેન્દ્રસિંહ ઉર્ફે બીટુ ધર્મેન્દ્રસિંહ ઝાલા (૨) હાર્દીક ઉર્ફે ગોલી રાજગોર રહે બન્ને વાંકાનેર ભાટીયા સો.સા. તથા બે અજાણ્યા માણસો તે એવી રીતે કે આ કામના સાહેદ તરશીભાઇ પોતાના માતા નાથીબેન પાસે પૈસા માગતા હોય જેથી તેઓને આ કામના ફરી.એ ઠપકો આપતા એકદમ ઉચા અવાજે બોલાચાલી કરવા લાગતા આ વખતે આ કામના આરોપીઓ આવી ફરીયાદી તથા સાહેદને કેમ દેકારો કરો છો તેમ કહી ગાળો દીધી હતી.

- text

વધુમાં આ મામલે ગાળોદેવાની ના પાડતા આરોપી નં. (૨) નાએ ફરીને લાકડાના ધોકાતી જમણા ખભા ઉપર તથા જમણી કોણી ઉપર એક એક ધા મારી તથા આરોપી નં. (૧) નાએ છરી વડે જમણા કાને એક ધા મારી તથા સાહેદ નરશીભાઇ વચ્ચે પડતા તેઓને આરોપી નં. ૧ નાએ છરીનો એક ધા ડોક ગળાના ભાગે મારી તથા અજાણ્યા બન્ને આરોપીઓએ ફરી તથા સાહેદને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હોમા એક બીજાની મદદ ગારી કરી મ્હે જીલ્લા મજી.સા. મોરબીના હથીયાર બંધી જાહેર નામાનો ભંગ કરી ગુન્હો કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text