મોરબીમાં મચ્છુ તારા વહેતા પાણી નાટક ભજવાયું

- text


મોરબીના ઇતિહાસને વર્ણવતા આ નાટકને નિહાળવા ચિક્કાર જનમેદની ઉમટી પડી

મોરબી : મોરબીના ઇતિહાસની ઝાંખી કરાવતું મચ્છુ તારા વહેતા પાણીનું નાટક ભજવાયું હતું.રાજવી પરિવારથી માંડીને અત્યાર ના સમય ને રજુ કરતા આ ઐતિહાસિક નાટકને નિહાળવા ભારે જનમેદની ઉમટી પડી હતી.

મોરબીના રામોજી ફાર્મ ખાતે પિઠડાઈ ગૌસેવક યુવા મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે મચ્છુ તારા વહેતા પાણી નામનું નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ નાટકમાં પ્રાચીનકાળમાં ઢેલડી નગર તરીકે ઓળખાતા મોરબીના ઈતિહાસની અમર ગાથા રજુ કરવામાં આવી હતી મોરબીના રાજા રજવાડાની ખુમારી ,પ્રજા વાત્સલ્ય તરીકેની રાજવી પરિવારની નિષ્ઠા તેમજ સાંપ્રત સમયનો મોરબીનો અકલ્પય વિકાસ નાટકમાં બખૂબી રીતે આવરી લેવાયો હતો આ નાટકની સાથે હાસ્ય કોમિક માલી મતવાલી ભજવાયું હતું.આ હાસ્ય કોમીકે ભારે જમાવટ કરી હતી. હાસ્ય કોમીકે લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. મોરબીના ઇતિહાસ પરનું આ નાટક નિહાળવા ચિક્કાર જનમેદની ઉમટી પડી હતી.

- text

- text