હળવદ નગરપાલિકા દ્વારા વોર્ડ પાંચમાં પાણીની પાઈપલાઈન ઉપલબ્ધ કરાતા રહીશોમાં આનંદ 

- text


હળવદ : હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર  પાંચના સરા રોડ જુના આંબેડકર નગરના અમુક વિસ્તારોમાં પીવાનું પાણી રહીશોને નહી મળતા  પાલિકા પ્રમુખને રજુઆત કરાયા બાદ તાત્કાલીક નવી પાઈપલાઈન નખાતા રહીશોનો પાણીનો પ્રશ્ન હલ થતા આનંદ છવાયો હતો.

હળવદ  નગરપાલિકા દ્વારા શહેરની શોભા વધે અને શહેરના લોકોને સુખાકારી મળી રહે તે માટે વિકાસના કામો હાથ ધરવામાં આવે છે ત્યારે હળવદ વોડ નંબર પાંચના સરા રોડ પર જુના આંબેડકર નગર વિસ્તારમાં  અમુક વિસ્તારોમાં પીવાનું પાણી નહી મળતા રહીશો દ્વારા હળવદ નગરપાલિકામાં રજુઆત કરતા પાલિકા  પ્રમુખ હિનાબેન રાવલ અને વોડ નંબર પાંચના સભ્ય  પ્રેમિલાબેન પરમારએ તુરત જ હળવદના સરા રોડથી  જુના આંબેડકર નગર વિસ્તાર સુધી નવી પાણીની પાઈપ લાઈન નાંખતા રહીશોને પીવાનુ પાણી ઉપલબ્ધ  થતાં રહેવાસીઓમાં આનંદ લાગણી છવાઈ છે.

- text

 

- text