હળવદમાં સગીરા પર સામુહિક દુષ્કર્મના બનાવમા બે ઝડપાયા

- text


નરાધમોને કોર્ટમાં રજૂ કરાતા એક ચાર દિવસ ના રીમાન્ડ જયારે બીજા ને બાળ હોમમાં મોકલી દેવાયો

હળવદ : હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં રહેતી સગીરા પર એક રીક્ષા ચાલક સહિતના ત્રણ શખ્સોએ છરીની અણીએ બળજબરીથી સામુહિક દુષ્કાર્મ આચરીયાની પીડિતાની માતાએહળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેથી ઈન્ચાર્જ પીઆઈ આઈ. એમ કોઢીંયા દ્વારા ગણતરી ની કલાકોમાં બે આરોપી ને ઝડપી લીધા હતા ઝડપાયેલા બંને આરોપી ને કોર્ટમાં રજૂ કરવામાં આવતા એકના ચાર દિવસ ના રીમાન્ડ મંજૂર થયા હતા જયારે અન્ય બીજો આરોપી સગીર હોય જેથિ તેને બાળહોમ મા રાજકોટ ખાતે મોકલી આપ્યો હતો

હળવડમાં ઘટેલી આ ચોકવનારી અને ધૃણાસ્પદ ઘટનાની વિગતો જોઈએ તો હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં રહી સાડી વેચવાનો ધંધો કરી ગુજરાન ચલાવતા મહિલાએ બુધવારે હળવદ પોલીસ મથકમાં પોતાની સગીર પુત્રી પર સંજય રાઘુ કોળી તથા એક સગીર, રે.બન્ને ભવાની નગર ઢોરો તથા એક અજાણ્યા રિક્ષાચાલકે મળી છરીની અણીએ સામુહિક દુષ્કર્મ આચરી સગીરાને પછાડી દઈ માથાના ભાગે ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

- text

આ મામલે હળવદ ઈન્ચાર્જ પીઆઇ આઈ.એમ કોઢીંયા એ આ ગંભીર બનાવ મામલે આરોપી સંજય રાઘુ કોળી તેમજ એક સગીર વયના ને ગણતરી નીકલાકોમાજ ઝડપી લય કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે દ્વારા સંજય કોળીના ચાર દીવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા જયારે ઝડપાયેલ અન્ય એક આરોપી સગીર વયનો હોય જેથી તેને બાળહોમ મા રાજકોટ ખાતે મોકલી આપ્યો હતો જયારે અજાણ્યા રીક્ષાચાલક આરોપી ને ઝડપી લેવા જુદી જુદી ટીમો બનાવી તપાસના ચક્રોગતિ માન તેજ કર્યા છે.

- text