હળવદ : પક્ષીઓ માટે પાણીના કુંડા તથા ચકલીના માળાનુ વિતરણ

- text


કાળઝાળ ગરમીમાં ચકલીઓને બચાવવા માટે તેમજ પક્ષીપ્રેમીઓમાં જાગૃતિ કેળવવાનો કાર્યક્રમ યોજાયો

હળવદ : હળવદમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણી પીવા માટે માટીના કુંડા તથા ચકલી માટે પૂંઠાના માળાનુ સાનિધ્ય બંગ્લોઝના લાભાર્થે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં એક હજાર ચકલીઘર અને પાંચસો ચણ માટે ડીશનો પ્રકૃતિ પ્રેમીઓએ લાભ લીધો હતો.

હળવદમાં આજરોજ ધ્રાંગધ્રા દરવાજા બહાર યોજાયેલા ચકલીધર વિતરણ દરમિયાન કાયમી ધોરણે કેવી રીતે માવજત કરવી તે બાબતની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેમાં એક હજાર ચકલીઘર અને પાંચસો ચણ માટે ડીશ અને માટીના કુંડાનુ માત્ર ટુંકા ગાળાના સમયમાં વિતરણ થઈ ગયું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ ચકલી બચાવવા માટે તેમજ પક્ષીપ્રેમીઓમાં જાગૃતિ કેળવાય તેવા હેતુથી કરવામાં આવ્યો હતો.

- text

ચકલીઘર વિતરણ કાર્યક્રમ દરમિયાન પ્રકૃતિપ્રેમીઓને ચકલી બચાવવા માટે નેમ પણ લેવડાવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાનિધ્ય બંગ્લોઝના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ ભાજપ યુવા મોરચાના તપનભાઈ દવે સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text