દિવસ વિશેષ : રોજિંદા કામના નિશ્ચિત 8 કલાક અને અઠવાડિયામાં એક દિવસની રજા, આ મજૂરોના આંદોલનને પરિણામે મળ્યું છે

- text


આજે વિશ્વ શ્રમિક દિવસ : જાણો.. વિશ્વમાં અને ભારતમાં મજૂર દિવસનો ઈતિહાસ

મોરબી : દુનિયાભરમાં 1 મેના રોજ વિશ્વ મજૂર દિવસ કે વિશ્વ શ્રમિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ લેબર ડેની ઉજવણીનો હેતુ શ્રમિકો, મજૂરો, કામદારોની મહેનતને સમ્માન આપવાનો અને તેમના અધિકારી પ્રત્યે તેમને જાગૃત કરવાનો છે. આ દિવસ મજૂર વર્ગને સમર્પિત છે. જેનો મુખ્ય હેતુ મજૂરોની સિદ્ધિઓનું સન્માન કરવાનો અને તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાનને યાદ કરવાનો છે. આ દિવસે મજૂર વર્ગની વિવિધ સમસ્યાઓ અને તેના ઉકેલની ચર્ચા કરવામાં આવે છે. ઘણા દેશોમાં કામદારો માટે કલ્યાણકારી યોજનાઓ જાહેર કરવામાં આવે છે.


વિશ્વ શ્રમિક દિવસનો ઈતિહાસ

મજૂર દિવસના મૂળ 1886 માં અમેરિકામાં મજૂર આંદોલન સાથે સંબંધિત છે. આજે રોજિંદા કામના નિશ્ચિત 8 કલાક અને અઠવાડિયામાં એક દિવસની રજાનો અધિકાર, આ બધું આ આંદોલનને કારણે છે. કે 1880 એ યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિવિધ પશ્ચિમી દેશોમાં ઔદ્યોગિકીકરણનો સમયગાળો હતો અને આ દરમિયાન મજૂરો પાસેથી 15-15 કલાક કામ કરાવવામાં આવતું હતું અને તેઓને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી.

- text

તે સમયે યુએસ અને કેનેડામાં ટ્રેડ યુનિયનોની સંસ્થા ફેડરેશન ઓફ ઓર્ગેનાઈઝ્ડ ટ્રેડ્સ એન્ડ લેબર યુનિયન્સે નિર્ણય લીધો કે 1 મેના રોજ કામદારો1886 પછી દરરોજ 8 કલાકથી વધુ કામ નહીં કરે. ત્યારબાદ અમેરિકાના વિવિધ શહેરોમાં લાખો કામદારો શોષણ વિરુદ્ધ હડતાળ પર ઉતર્યા હતા. અહીંથી જ મોટું મજૂર આંદોલન શરૂ થયું. આખા અમેરિકામાં કામદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન પોલીસે કેટલાક મજૂરો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ઘણા મજૂરોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.


ભારતમાં મજૂર દિવસની શરૂઆત

ભારતમાં 1 મે, 1923ના રોજ ચેન્નાઈમાં મજૂર દિવસની શરૂઆત થઈ. ભારતમાં લેબર કિસાન પાર્ટી ઓફ હિન્દુસ્તાન એ મદ્રાસમાં તેની શરૂઆત કરી હતી.આ તે પ્રસંગ હતો. જ્યારે પ્રથમ વખત મજૂર દિવસના પ્રતીક તરીકે લાલ રંગના ધ્વજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ભારતમાં મજૂર ચળવળની શરૂઆત હતી. જેનું નેતૃત્વ ડાબેરી અને સમાજવાદી પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યું હતું.


- text