માળિયા(મી.)ના ડબલ મર્ડર કેસમાં આજીવન કેદ, 4 લાખનો દંડ

- text


ખેતરના શેઢે ભેંસ ચરાવવાની ના પાડતા ઉશ્કેરાયેલ કૌટુંબિક ભત્રીજાએ કાકી અને ભાઈને મોતને ઘાટ ઉતાર્યા હતા 

મોરબી : માળિયા(મી.)ના કોબા તળાવ વાંઢ વિસ્તારમાં વર્ષ 2022માં ખેતરના શેઢે ભેંસ ચરાવવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા કૌટુંબિક ભત્રીજાએ કાકી અને ભાઈને મોતને ઘાટ ઉતારી બેવડી હત્યાને અંજામ આપતા આ ચકચારી બનાવમાં મોરબી કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવ્યો છે, બીજી તરફ આ કેસને રેરેર ઓફ ધ રેર ગણી આરોપીને ફાંસીની સજા ફટકારવા માટે માંગણી સાથે સરકારી વકીલ દ્વારા 30મી એપ્રિલના રોજ દલીલ કરવામાં આવ્યા બાદ નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કરી રૂપિયા 4 લાખનો દંડ ફટકાર્યો છે.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો વર્ષ 2022ના નવેમ્બર માસમાં માળીયા મિયાણાના કોબા તળાવ વાંઢ વિસ્તારમાં ઇશાભાઈ હબીબભાઇ મોવરના ખેતરમાં તેમનો જ કૌટુંબિક ભત્રીજો એવા આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવર શેઢા ઉપર ભેંસ ચરાવતો હોય ઇશાભાઈના પુત્ર હબીબે આરોપી શાહરૂખને ભેંસ નહીં ચરાવવા કહેતા આરોપીએ ઝઘડો કરી છરીના ઘા ઝીકી દેતા દેકારો થતા ઇશાભાઈના પત્ની ઝરીનાબેન પણ બનાવ સ્થળે દોડી જતા આરોપી શાહરૂખે ઝરીનાબેનને પણ છરી ઝીકી દેતા બન્નેના સારવારમાં મૃત્યુ નિપજ્યા હતા.

- text

બીજી તરફ આ અંગેનો કેસ નામદાર મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધની કોર્ટમાં ચાલી જતા 19 મૌખિક અને 46 દસ્તાવેજી પુરાવા સાથે સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની ધારદાર દલીલો ધ્યાને લઈ કોર્ટે આરોપી શાહરુખભાઈ યુસુફભાઇ મોવરને તકસીરવાન ઠેરવ્યો હતો. જો કે, બેવડી હત્યાના આ બનાવને રેરેર ઓફ ધ રેર ગણી આરોપીને ફાંસીની સજા ફટકારવા માટે માંગણી સાથે સરકારી વકીલ સંજયભાઈ સી.દવે દ્વારા આરોપીને ફાંસીની સજા ફટકારવા દલીલ કર્યા બાદ નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી 4 લાખનો દંડ ફટકાર્યો છે અને આ દંડની રકમ મૃતકોના પરિવારજનોને કમ્પેસેશન ચૂકવવા હુકમ કર્યો હતો.

- text