સરવડ ગામે પર્યાવરણ જતનના સંકલ્પ સાથે ૧૮મીએ પાટીદાર સમાજના સમૂહલગ્ન

- text


સમિતિએ ૩ વર્ષમાં સમૂહલગ્ન થકી ૩ હજાર વૃક્ષોનું વાવેતર કરાવ્યુ

મોરબી : માળિયાના સરવડ ગામે પર્યાવરણ જતનના સંકલ્પ સાથે પાટીદાર સમાજના સમુહ લગ્ન યોજાશે. જોકે લગ્ન સમિતિ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સમૂહ લગ્નમાં વૃક્ષારોપણ ને મહત્વ આપી અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ આશરે ૩૦૦૦ વૃક્ષોનું વાવેતર કરાવામાં આવ્યું છે.

મોરબી- માળિયા તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા માળિયાના સરવડ(સરદારનગર) ગામે ૧૮ એપ્રિલને બુધવારે પાટીદાર સમાજના સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમૂહ લગ્નમાં પાટીદાર સમાજના ૮૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે આ પ્રસંગે કન્યા કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ વલમજીભાઇ કાનજીભાઈ અમૃતિયા તથા મહંત દામજીભગત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

- text

પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં પર્યાવરણ જતનના ઉદ્દેશ્યને વણી લેવામાં આવ્યો છે છેલ્લા ત્રણ વર્ષમાં સમુહ લગ્ન થકી આશરે ૩૦૦૦ વૃક્ષોનું વાવેતર થયું છે આ સમૂહ લગ્નમાં વૃક્ષોનું વિતરણ કરી વર-કન્યાને તેમના ઘરે અને ગામમાં વૃક્ષ ઉછેર નો સંકલ્પ લેવડાવવામાં આવશે.આ સમૂહ લગ્નને સફળ બનાવવા સમિતિના પ્રમુખ નંદલાલ વિડજા, ઉપપ્રમુખ ડો.મનુભાઈ કૈલા, મણિલાલ સરડવા, મંત્રી શિવલાલભાઈ ઓગણજા, સહમંત્રી જયંતીલાલ વિડજા અને કમલેશભાઈ કૈલા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

- text