મોરબીમાં શિક્ષિકાની સરળ શિક્ષણ પદ્ધતિથી ઉર્જામંત્રી પ્રભાવિત

- text


વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર આપવાની શિક્ષિકાની પ્રણાલિકાને ઉર્જામંત્રી બિરદાવી

મોરબી : મોરબીની સરકારી પ્રાથમિક શાળામાં ગુણોત્સવ દરમિયાન શિક્ષિકાની સરળ શિક્ષણ આપવાની પદ્ધતિ થી ઉર્જામંત્રી પ્રભાવિત થયા હતા વિદ્યાર્થીઓને ભાર વગરના ભણતર આપવાની શિક્ષિકાની પ્રણાલિકાને ઉર્જામંત્રીએ બિરદાવી હતી.

- text

મોરબીના દરબારગઢ પાસે આવેલી ૧૫૬ વર્ષ જૂની બાજી રાજભા કન્યા શાળામાં વિદ્યાર્થીઓને પદ્ધતિસરનું શિક્ષણ અપાતું હોવાથી વાલીઓ ખાનગી શાળાના બદલે આ શાળામાં પોતાના બાળકને ભણાવવાનું પસંદ કરે છે. તાજેતરમાં યોજાયેલા ગુણોત્સવના કાર્યક્રમમાં શાળાના શિક્ષિકા આહીર વર્ષાબેનની શિક્ષણ પદ્ધતિથી ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ પ્રભાવિત થયા હતા શિક્ષિકા વિદ્યાર્થીઓ વચ્ચે બેસી તેમની સાથે આત્મીય ભાવ કેળવી ભણતર તદ્દન ભાર વગરનું લાગે તે રીતે ભણાવતા હોવાથી ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે શિક્ષિકાની શિક્ષણ પદ્ધતિની નોંધ લઇને તેઓને બિરદાવ્યા હતા.

- text