માળિયાના ખીરઇ ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


માળીયા : માળીયા મિયાણાના ખિરઈ ગામે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા.

જાણવા મળ્યા મુજબ માળીયા મિયાણા પોલીસને પેટ્રોલીંગ દરમિયાન ખીરઈ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી મળતા દરોડો પડ્યો હતો અને જુગાર રમતા રફીક રસુલભાઈ જેડા, કાદર ઓસમાણભાઈ કોરડીયા અને આમદ ફતેમાંહમદભાઈને રોકડ રકમ રૂ.૫૯૩૦ સાથે ઝડપી લીધા હતા.

- text

આ મામલે માળીયા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text