મોરબી : રૂ.૧૦ નાખો હનુમાનજીને આપોઆપ તેલ ચડી જશે

- text


મોરબીના ચકીયા હનુમાનજી મંદિરે આજે હનુમાન જયંતિ નિમિતે તેલના એટીએમ અને નારિયેળ માટેના હાઇડ્રોલિક મશીનનું લોકાર્પણ કરાશે

મોરબી : મોરબીના રવાપર રોડ પર વસંત પ્લોટમાં સુપ્રસિદ્ધ ચકિયા હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિરે આજે હનુમાન જયંતીના દિવસે તેલના એટીએમ મશિન અને નારિયેળ ધરવા માટેના હાઇડ્રોલિક મશીનનું લોકાર્પણ કરવામાં આવનાર છે. તેલના એટીએએમમાં ભાવિક રૂ.૧૦ નાખશે એટલે હનુમાનજીને આપોઆપ તેલ ચડી જશે. સાથે હાઇડ્રોલિક મશીનમાં નારિયેળ નાખવાથી તે વધેરાઈ જશે.

ચકિયા હનુમાનના મંદિરના ઈતિહાસ વિશે હરિભાઈ કારીયાએ જણાવ્યું હતું કે આજથી ચાલીસ વર્ષ પહેલાં વાવાઝોડું આવ્યું હતું આ વાવાઝોડામાં વીજ થાંભલાને ભયંકર નુકસાન થયું હતું અને અમારા વિસ્તારમાં અંધારપટ છવાયો હતો જેથી થાંભલાની પુનઃ કામગીરીમાં અમારા વસંત ગરબી મંડળના ૧૫૦ લોકોના ગ્રુપએ મદદ કરી હતી. અહીંયા ત્રણ ચકકી નાખી હતી અને લોકોને દસ દિવસ સુધી દરણાં દરી આપ્યા હતા

- text

આ ઘટનામાં ઉગરી ગયા બાદ સંકટમોચન તરીકે અમે અહીં હનુમાનજીને વીરાજમાન કર્યા હતા. ત્યારબાદ એનું નામ ચકિયા હનુમાન મંદિર પડ્યું હતું. હાલ આ મંદિર ભવિકોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. ત્યારે આજે આ મંદિરે હનુમાન જયંતીએ હનુમાનજીને શુદ્ધ તેલ અર્પણ કરવા માટે એટીએમ મશીન અને ઓટોમેટિક હાઇડ્રોલિક મશીન નું લોકાર્પણ થશે. જેમાં તેલ ચડાવો એટીએમ મશીનમાં રૂ.૧૦ નાખવાથી આપોઆપ હનુમાનજીને તેલ ચડી જશે અને હાઈડ્રોલિક મશિનમાં ઓટોમેટીક રીતે નાળિયેર વધેરાઇ જશે.

- text