ટંકારા: રેવન્યુ કામગીરી ન આપવા અંગે પંચાયતના તલાટી‌ઓનુ મામલતદારને આવેદન

- text


એગ્રીકલ્ચર સેશન્સ, પાણી પત્રક અને વાવેતરના દાખલાં ની કામગીરી રેવન્યુ તલાટીઓ પાસે થી કરાવવાની માંગ

ટંકારા : રાજ્ય મહામંડળના આદેશ અનુસાર પંચાયત તલાટીઓને એગ્રીકલ્ચર સેશન્સ, પાણી પત્રક અને વાવેતરના દાખલાં ની કામગીરી કરવાની હોતી નથી.રેવન્યુ તલાટી ઓનાં ભાગમાં આવતી હોવા છતાં ટંકારામાં આ કામગીરી પંચાયતના તલાટીઓ પાસેથી કરાવવામાં આવી હતી. જે અંગે ટંકારા તાલુકા તલાટી કમ મંડળે મામલતદારને રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવ્યા મુજબ ગામમાં રેવન્યુ તલાટીએ જ રેવન્યુ કામગીરી કરવાની થતી હોય છે.તેમ છતાં ટંકારા તાલુકા. માં પંચાયતના તલાટી મંત્રીઓ પાસે થી L૩, L૨ ફોર્મ ભરાવીને સેશન્સ ની કામગીરી કરાવવામાં આવી છે.જ્યારે રાજ્ય મંડળ ના આદેશ મુજબપંચાયત તલાટીઓને એગ્રીકલ્ચર સેશન્સ, પાણી પત્રક અને પાકું વાવેતરના દાખલાં ની કામગીરી કરવાની હોતી નથી.આ કામગીરી રેવન્યુ તલાટી ઓ પાસેથી કરાવવાની હોય છે.

- text

વધુમાં ટંકારા તાલુકા તલાટી કમ મંડળે જણાવ્યું હતું કે પાણી પત્રક અને વાવેતરનો દાખલો તેમજ એગ્રીકલ્ચર સેશન્સ ની કામગીરી હવે થી પંચાયતના તલાટી મંત્રીઓ નહિ કરે. જેથી આ કામગીરી કરવા માટે રેવન્યુ તલાટીઓને જરૂરી સૂચનો આપી દેવામાં આવે.

- text