મોરબીમાં મિશન ઇન્દ્રધનુષના પાંચમા તબક્કાનો પ્રારંભ

- text


પાંચ દિવસ સુધી આરોગ્યની ટીમ દુર્ગમ વિસ્તારોમાં રહેતા ૨ વર્ષ સુધીના બાળકો અને સગર્ભા માતાઓને જુદી જુદી રસી આપીને રક્ષિત કરશે

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય અને પરિવાર શાખા દ્વારા મિશન ઇન્દ્રધનુષ ના પાંચમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તબક્કો આગામી ૨૪ મી સુધી ચાલશે. મિશન ના પાંચમા તબક્કામાં જિલ્લાના દુર્ગમ વિસ્તારોમાં જઈને ૨ વર્ષ સુધીના બાળકો અને સગર્ભા માતાઓને જુદી જુદી રસીઓ થી રક્ષિત કરવામાં આવશે.

મિશન ઇન્દ્રધનુષ ના પાંચમા તબક્કામાં મોરબી જિલ્લાના દુર્ગમ વિસ્તારમાં રહેતા ૦ થી ૨ વર્ષ સુધીના બાળકો તેમજ સગર્ભા માતાઓ કે જેને અગાઉના તબક્કામાં તબક્કામાં રસિકરણ કરાયું હતું તેઓને જુદી જુદી રસી થી રક્ષિત કરવામાં આવશે. ખાસ કરીને વાડી વિસ્તાર, કારખાના વિસ્તાર સહિતના દુર્ગમ સ્થળોએ રહેતા બાળકો અને સગર્ભા ઓ જે અગાઉના ચાર તબક્કામાં રહી ગયા હતા. તેઓને જુદી જુદી રસી થી રક્ષિત કરીને રસિકરણની કામગીરીને ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવશે.

- text

મિશન ઇન્દ્રધનુષ ના પાંચમા તબક્કામાં જુદી જુદી જગ્યાઓએ ૬૨૧ બાળકો અને ૧૧૬ માતાઓને રસીકરણ થી રક્ષિત કરવા માટે ૧૪૫ ટીમોની રચના કરવામાં આવી છે.

જો આપના આજુબાજુમાં ક્યાંય પણ રસીકરણ થી અરક્ષિત હોય તેવા ૨ વર્ષ સુધીના બાળકો કે સગર્ભા માતાઓ માલૂમ પડે તો તુરંત જ આરોગ્યની ટીમ ને જાણ કરવા મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય અને પરિવાર શાખાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. એસ. જી. લક્કડ દ્વારા અનુરોધ કરાયો છે.

- text