મોરબી : વોર્ડ નં.૧૧ માં રોડની હાલત બિસ્માર: કાઉન્સિલરની ચીફ ઓફિસરને રજૂઆત

- text


યોગ્ય તપાસ કરાવીને જવાબદારો સામે પગલાં લેવાની માંગ

મોરબી : મોરબી નગરપાલિકાના વોર્ડ નં.૧૧ માં તાજેતરમાં પૂર્ણ કરાયેલ સી.સી.રોડ ની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા આ સી.સી. રોડમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. જે અંગે યોગ્ય દિશામાં તપાસ કરવા વોર્ડ નં.૧૧ ના કાઉન્સિલર કુસુમબેન પરમારે ચીફ ઓફિસર ને રજૂઆત કરી હતી.

કુસુમબેન પરમારે રજૂઆતમાં જણાવ્યું હતું કે વોર્ડ નં.૧૧ માં કરોડોના ખર્ચે સી. સી રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.જ્યારે રોડનું કામ થતું હતું ત્યારે જ ખબર પડી ગઈ હતી કે રોડ કામમાં માં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.રોડ કામ માં નીચી ગુણવત્તા ધરાવતું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું. રોડ કામ ચાલુ હતું ત્યારેજ તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરીને તંત્રનું ધ્યાન ખેંચવા નો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- text

અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ તંત્ર એ રોડ કામ ચાલુ હતું તે વેળાએ કોઈ પગલાં લીધા ન હતા. ત્યારબાદ રોડ કામ પૂર્ણ થયું જેને આજે થોડો સમય થયો છે છતાં રોડ પર થી કાકરી અલગ પડી ગઈ છે. રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે.આ અંગે યોગ્ય તપાસ કરાવી જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેવી માંગ છે.

- text