ટંકારામાં અપહરણ કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર – કિશોરીને શોધી કાઢતી પોલીસ

- text


મોરબી એસઓજી ટીમ દ્વારા સરાહનીય કામગીરી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ઓપરેશન મુસ્કાન અંતર્ગત લાપતા બનેલા કિશોરીઓને શોધી કાઢવા આપેલી સૂચના અંતર્ગત એસઓજી સ્ટાફે ટંકારા પંથકમાંથી લાપતા બનેલા ને અપહરણ કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર – કિશોરીને શોધી કાઢી ટંકારા પોલીસ હવાલે કર્યા હતા.

- text

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક,જયપાલસિંહ રાઠોડ દ્વારા ઓપરેશન મૂસ્કાન અંતર્ગત જિલ્લામાં સગીરવયના બાળક ગુમ અપહરણ થયેલાઓને શોધી કાઢવાની ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને એસઓજી પોલીસ ઇન્સપેકટર એસ.એન.સાટીની સુચનાથી મોરબી એસઓજી સ્ટાફના પો.કો.ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ વાધડીયા તથા પો.કોન્સ. નરેન્દ્રસિંહ રઘુવિરસિંહ જાડેજા ને મળેલ બાતમી આધારે પો.હેક કોન્સ.કારૂકભાઇ યાકુબભાઇ એમ બધાએ ટંકારા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ૪૧/૧૭ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩ ૬૬ ના કામે ભોગ બનનાર ઉવ.આશરે ૧૨ વર્ષ ૮ માસ ૨હે.મલવાન તા.જી.જાંબવા મધ્યપ્રદેશ વાળી, હાલ,મોટા વડાળા,તા.કાલાવડ જી.જામનગર ખાતે હોવાની ચોકક્સ માહિતી આધારે ઉપરોક્ત જગ્યાએ વેરીફાઇ કરતા ભોગ બનનાર (કાયદાના સંઘર્ષમા આવેલ કિશોર) ઉ.આશરે ૧૭ વર્ષ ૫ માસ રહે. પુરાની નગર,નીંમચ જવાહર નગર, મઘ્યપ્રદેશ વાળા સાથે મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી ટંકારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ હતા.

- text