મોરબીમાં જુદા જુદા બે અકસ્માતમાં બે ના મોત : એક ગંભીર

- text


મોરબી : મોરબી – વાકાનેર હાઇવે પર જુદા જુદા બે અકસ્માતમાં બે લોકો ના મોત નિપજયા છે. ઉપરાંત એકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ ખસેડાવામાં આવ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હાલ મોરબીના મકનસરમાં રહેતા ધરમશીભાઈ રૂપાભાઈ ગોહિલ ( ઉ.વ.૪૫ ) ગત રાત્રીના સમયે પોતના નજીકના ગામ જાબુંડીયા ચાલી ને જતા હતા. ત્યારે ઇકો કારે હડફેટે લેતા તેમને ગભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગેની તપાસ એન.જે.નિમાવત ચલાવી રહ્યા છે.

- text

બીજા બનાવમાં મોરબી કુબેર સિનેમા પાસે અકસ્માત સર્જાયો હતો. ગત રાત્રીના સુકુભાઈ યાદવ ( ઉ.વ.૨૫ ) અને અવિનાશ ક્રિષ્ના બહાદુર (ઉ.વ.૨૫ ) બાઈક લઇ ને લાલપર થી પોતના મિત્રને મળી ને પીપળી રોડ પર જતા હતા.ત્યારે કુબેર સિનેમા પાસે બંધ ટેલર નંબર જી.જે.૧૨ વાય ૭૮૮૩ પાછળ બાઈક ઘુસી જતા બંને યુવકને ઇજા પહોંચી હતી જેથી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં સુકુલ યાદવ ને સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજ્યું થયું હતું. જયારે અન્ય ઇજા ગ્રસ્ત ગંભીર રીતે ઘાયલ હોવાથી સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જેની પ્રાથિમક તપાસ ઈમ્તિયાઝ જામ ચલાવી હતી. જયારે વધુ તપાસ બી-ડીવીઝન પી.એસ.આઈ મલેક ચલાવી રહ્યા છે.

- text