મોરબીના કોટેચા પરિવારે દ્વારા પુત્રના પ્રથમ જન્મદિવસની અનોખી ઉજવણી

- text


લાડકવાયા પુત્રના જન્મદિને જલારામ મંદીરે પ્રસાદ યોજી આશરે ૧૫૦૦ લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી

મોરબી : મોરબીના કોટેચા પરિવારે પુત્રના પ્રથમ જન્મદિવસની અનોખી ઉજવણી કરીને સમાજને નવો રાહ ચિંધ્યો છે.કોટેચા પરિવારના કુળદીપક એવા કુશ રવિભાઈ કોટેચા ના પ્રથમ જન્મદીન નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદીર ખાતે પૂજ્ય જલારામ બાપાના સાનિધ્ય મા કેક કટીંગ કરી મહાપ્રસાદ યોજવામા આવેલ હતો. જેમા આશરે ૧૫૦૦ લોકો એ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી..

ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદીર ખાતે દરરોજ સાંજે પ્રસાદ તેમજ દર ગુરુવાર મહાપ્રસાદ યોજવા મા આવે છે ત્યારે કોટેચા પરિવાર દ્વારા પૂત્ર ના પ્રથમ જન્મદીને પ્રસાદ યોજવા મા આવ્યો હતો..

- text

પ્રવર્તમાન સમય મા આજ ના યુવાનો જન્મદીન મોજ શોખ થી ઉજવે છે તેમજ ભવ્ય પાર્ટી નુ આયોજન કરે છે ત્યારે કોટેચા પરિવારે આ પ્રકારે આયોજન કરી સમાજ ને નવી રાહ ચિંધી છે. આ પ્રસંગે નિતીન ભાઈ પોપટ ( રિધ્ધી ફટાકડા), દીપક ભાઈ પોપટ ( કાઉન્સીલર- મો.ન.પા.), સંજય ભાઈ કોટક સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોટેચા પરિવાર ના અા ભગીરથ કાર્ય બદલ જલારામ પ્રાર્થના મંદીર ના અગ્રણી ગીરીશ ભાઈ ઘેલાણી, રાજુ ભાઈ ગીરનારી, નિર્મિત કક્કડ, વિપુલ પંડીત, ચિરાગ રાચ્છ, વિશાલ ગણાત્રા સહીતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી.

- text