હળવદના મોડલ ફાર્મ તરીકે બિરૂદ મેળવનાર નર્સરી બાગની મુલાકાતે આવ્યા વલસાડના ખેડૂત

- text


વલસાડ જીલ્લાના ખેડુત તાલીમ કેન્દ્ર તથા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ૬૫ ખેડૂત ભાઈ- બહેનોએ રાજયમાં મોડલ ફાર્મ તરીકે સીલેકટ થયેલ હળવદના પરિશ્રમ નર્સરી બાગની મુલાકાત લઈ સજીવ ખેતી, વમિઁકં પોસ્ટ ખાતરના યુનીટ, પશુપાલન, ગીર સંવધઁન, બાગાયતી ખેતી વગેરેનું પ્રેક્ટીકલ જ્ઞાન મેળવ્યુ હતું.

આજે પ્રત્યેક સામાન્ય નાગરિકોમા એક ધારણા બની ગઈ છે કે બજારમાં ઉપલબ્ધ થતી દરેક અનાજ કે ચીજવસ્તુઓમા ભેળસેળ અને કેમીકલ યુક્ત હોય છે. અને તેનાથી સ્વાસ્થ્ય બગડે છે. સરકાર દ્વારા દરેક જીલ્લામા ખેડૂતો માટે ખેડુત તાલીમ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે અને ખેડૂતો ઝેરી દવાઓ તથા રાસાયણિક ખાતરના ઉપયોગ વગર સજીવખેતી કરે. ત્યારે આજે આ સજીવખેતી વિશે માર્ગદર્શન લેવા વલસાડના ૬૫ જેટલા ખેડૂતો હળવદની પરિશ્રમ બાગ અને નર્સરીની મુલાકાત લીધી હતી.

- text

ગુજરાત રાજ્યના ચાર મોડલ ફાર્મમાનુ એક ફાર્મ એટલે પરિશ્રમ નર્સરી બાગ. જેની આજે વલસાડ જિલ્લાના ખેડૂતો એ સજીવ ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યુ હતુ. ઝેરી ખોરાકથી બચવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરીને સેન્દ્રીય ખાતર વાપરવા તેમજ પશુપાલન કરવુ, ઝેરી દવાઓનો છંટકાવ ન કરવા વગેરે જેવી બાબતો અંગે માર્ગદર્શન આપવા આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા ચાલતા ખેડુત તાલીમ કેન્દ્રમાં સજીવ ખેતી, ગાય આધારીત ખેતીમાં ઊંડી સમજ ધરાવતા પરિશ્રમ બાગ અને સજીવ ખેતીના નિષ્ણાત ચીનુભાઈ પટેલે વલસાડના ખેડૂતોને જરૂર માર્ગદર્શન પૂરૂં પાડયુ હતું. આ અંગે પરિશ્રમ નર્સરી બાગના સંચાલક ચીનુભાઈ પટેલે જણાવ્યું હતું કે ૧૯૯૫થી સજીવ ખેતી તરફ વળ્યા હતા અને મારી સંપૂર્ણ ખેતી ગાય આધારિત છે. ત્યારે દરેક ખેડૂતો પણ કેમીકલની દવાના છંટકાવને નાબુદ કરે અને સજીવ ખેતી તરફ વળે તે માટે આજે વલસાડના ૬૫ ખેડૂતોએ મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી.

- text