મોરબી જિલ્લામાં હવેથી નવા વાહનોના નંબરની હરરાજી કોમ્પ્યુટરાઇઝ પધ્ધતિથી

- text


મોરબી : મોરબી જિલ્લાની સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી મોરબી ખાતે નવા વાહનોના નોંધણી નંબરની થતી હરરાજી હવેથી મેન્યુઅલને બદલે કોમ્પ્યુટરાઇઝ પધ્ધતિથી ઓનલાઇન કરવામાં આવશે. હાલમાં મોરબી જિલ્લા ખાતે દ્રિચકીય વાહનોની GJ 36 K સીરીઝનું રીટેન્ડર તા. ૧૭-૦૩-૨૦૧૮ના રોજ ૦૦૧ થી ૯૯૯૯ સુધીમાં બાકી રહેલ નંબરોની હરરાજી કોમ્પ્યુટરાઇઝ પધ્ધતિથી કરવામાં આવશે.

આરટીઓ મોરબી દ્વારા GJ36 K સીરીઝમાં બાકી રહેલ હરરાજી માટેની રજીસ્ટ્રેશનની તારીખ ૦૬-૦૩-૨૦૧૮ થી ૧૫-૦૩-૨૦૧૮ સુધી જયારે હરરાજીની તારીખ ૧૬-૦૩-૨૦૧૮ થી ૧૭-૦૩-૨૦૧૮ સુધીની નકકી કરવામાં આવેલ છે.
વાહનોના નંબરની હરરાજી માટે http://parivahan.gov.in.fancy/લીંક દ્રારા ઓનલાઇન રજીસ્ટ્રેશનની તારીખો દરમ્યાન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હરરાજીની તારીખો દરમ્યાન E-AUCTION નું bidding કરવાનું રહેશે. તા ૨૨-૦૩-૨૦૧૮ ના રોજ ૧૬-૦૦ કલાક સુધીમાં ફોર્મ અત્રેની કચેરી ખાતે ફરજીયાત જમાં કરવવાના રહેશે.

- text

વાહન સેલ તારીખથી ૬૦ દિવસની અંદરના જ અરજદારોએ હરરાજીમાં ભાગ લેવા અરજી કરી શકાશે અને ફોર્મની ચકાસણી બાદ યોગ્ય અરજીઓ જ માન્ય રહેશે અને આ સિવાયની તમામ અરજીઓ રદ કરવામાં આવશે. તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવ્યું છે.

- text