ટંકારામાં બોર્ડની પરીક્ષાનો હાઉ દૂર કરવા મોક એક્ઝામ યોજાઈ ! નવતર પ્રયોગ

- text


ટંકારા સેલ્ફ ફાયનાન્સ શાળા એસોસિએશન દ્વારા બોર્ડ સ્ટાઇલમાં લેવાઈ પરીક્ષા : ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

ટંકારા : ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો હાઉ દૂર કરવા ટંકારા સેલ્ફ ફાયનાન્સ એસોસિએશન દ્વારા મોક એક્ઝામ યોજી બોર્ડ સ્ટાઇલથી પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો.

ટંકારા સેલ્ફ ફાયનાન્સ શાળા એસોસિએશન દ્વારા આજે ઓમ વિદ્યાલય ખાતે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે બોર્ડ એક્ઝામનો હાઉ દૂર કરવા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયનું પેપર લેવામાં આવ્યું હતું.

આ મોક એક્ઝામ અંગે સેલ્ફ ફાયનાન્સ એસોસિએશન પ્રમુખ યોગેશ ઘેટિયાએ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા પ્રયાસ કરી બોર્ડ એક્ઝામની જેમ કે ટાઈમ ટેબલ, પેપર સ્ટાઇલ, સ્ટીકર, સીટ નંબર અને સ્ક્વોડ સહિતની વ્યવસ્થા ગોઠવી વિદ્યાર્થીઓ કેવી રીતે શાંત ચિત્તે સરળતાથી પરીક્ષા આપી શકે તેવી સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવી હતી.

- text

આ તકે ટંકારા પીએસઆઇ ચૌધરી અને તાલુકા પંચાયતના પ્રમુખ ગોધણીએ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ સ્ક્વોડની ભૂમિકા ભજવી હતી.

મોક એક્ઝામ સમયે જિલ્લા સેલ્ફ ફાયનાન્સ મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા, કેશવજીભાઈ જીવાણી, મહેશભાઈ આદ્રોજા, વત્સલ્યભાઈ, અશ્વિનભાઈ આંબલિયા સાહિતનાઓએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

- text