મોરબી અપડેટની ટહેલને પગલે દાતાઓએ ઉદાર હાથે ફાળો આપ્યો

- text


ટંકારાના લજાઈ હડમતીયાના પરિવારને ૭૪૮૦૦ ની ધનરાશિ અર્પણ

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયાના ગરીબ પરિવારના મોભીની જિંદગી બચાવવા મોરબી અપડેટના માધ્યમથી નાખવામાં આવેલી ટહેલને દાતાઓ વધાવી લઈ ઉદાર હાથે ફાળો આપતા આ ધનરાશિ ગરીબ પરિવારને અર્પણ કરવામાં આવી હતી. જો કે જે વ્યક્તિની જિંદગી બચાવવા ટહેલ નંખાઈ હતી તેઓનું દુઃખદ અવસાન થયું છે.

ટંકારાના હડમતિયા ગામમાં ગરીબ પરિવારના મોભી મોનાભાઈ રબારી જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યાની અને આર્થિક જરુરિયાતની ટહેલ ” મોરબી અપડેટ ” ના માધ્યમ થકી કરવામાં આવી હતી.
આ ટહેલથી જોતજોતામાં દાતાશ્રીઅો, મિત્રો,વડિલોના ફોન આપેલ કોન્ટેક્ટ પર રણકવા લાગ્યા હતા.

પરંતુ આ કિસ્સો ધ્યાનમાં આવતા થોડુ મોડુ થઈ ગયુ હોય તેમ ગરીબ ઘરના મોભીઅે પ્રાણ ત્યજી દીધા અને પરિવાર નોધારો બની ગયો પરિવારમા ૪ દિકરી અને ૨ પુત્રમાં અેક પુત્ર બિલકુલ વિંકલાગની દયનિય સ્થિતિ જોઈ તેના માટે આવેલ અાર્થિક ફંડ પરિવારને સુપ્રત કરવાનુ નકકી કર્યું ગામના જ સામાજિક કાર્યકર યુવાનોઅે આ ફંડ વધુને વધુ આવે તેમ અથાગ પ્રયત્નો કરીને પણ ફંડ અેકઠું કર્યું હતું.

- text

જો કે આ ગરીબ પરિવારને ૭૪૮૦૦/ રૂપિયા જેવી માતબર રકમ અેકઠી કરી તેના દુ:ખના ભાગીદાર બની મોનાભાઈ રબારીના ધર્મપત્નિને અર્પણ કરવામા આવી ત્યારે જયાબેન રડતા મુખે સૌ કોઈ દાતાશ્રીઅોના અને મોરબી અપડેટ ટીમનો હ્દયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

વધુમા સામાજિક કાર્યકર રમેશ ખાખરીયાઅે જણાવ્યું હતું કે મારા બેંક અેકાઉન્ટ નંબર લઈ જે દાતાશ્રીઅોઅે વિશ્વાસ મુકી દાન આપ્યું તેમનો હું આભાર વ્યક્ત કરૂ છું. દાન અેકઠું કરવામા હું તો અેક નિમિત વ્યકતી છું પણ ઈશ્વર સ્વરૂપે આવેલ દાતાશ્રીઅો અને મિત્રોના સહકાર બદલ અંત:કરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

- text