વવાણીયામાં પત્નીને જીવતી સળગાવનાર પતિ પ્રેમિકાને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

- text


ડિસ્ટ્રિક્ટ જજ ઘોઘારીએ ગુન્હો સાબિત માની બબ્બે સજા ફટકારી આજીવન કેદ ઉપરાંત બે વર્ષની સજા અને ૧ર હજાર નો દંડ

મોરબી : મોરબીના વવાણીયામાં પતિ અને પ્રેમિકાએ સાથે મળી પત્નીને જીવતી સળગાવી દેવના સનસનીખેજ કિસ્સામાં આરોપી પતિ અને પ્રેમિકાને આજીવન કેદ ઉપરાંત બે વર્ષની સજા તેમજ ૧ર હજારનો દંડ ફટકારતા આકરી સજાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત જોઈએ તો વર્ષ ૨૦૧૫ માં મોરબી તાલુકાના વવાણીયા ગામે રહેતી ભાવુબેન નાથાભાઇ સોમાણી નામની પરિણીતાને તેણીના પતિ નાથાભાઈ ભાણાભાઈ સોમાણી અને નાથાભાઇની પ્રેમિકા એવી સુનિતા  ભુપત કોળીએ જીવતા સળગાવી દેતા ગુજરનાર ભાવુબેનની ફરિયાદને આધારે ગુન્હો નોંધાયો હતો.

- text

આ ગુન્હોનો કેસ ચાલી જતા ડિસ્ટ્રિક્ટ જજ રિઝવાના ઘોઘારીએ આરોપીઓ વિરુદ્ધના ૩૦૨, ૩૦૭, ૪૯૮ (એ), ૧૨૦ બી અને કલમ ૩૪ મુજબ કેસના પુરાવા અને જુબાનીઓને ગ્રાહ્ય રાખી કેસ સાબિત માની આરોપી પતિ અને પ્રેમિકાને આજીવન કેદ ઉપરાંત બે વર્ષની સજા તેમજ રૂપિયા ૧ર હજારનો દંડ ફટકારવા હુકમ કર્યો હતો અને જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજા ફાટકારતો હુકમ કર્યો હતો.

આ ચકચારી કેસમાં સરકાર પક્ષે એડવોકેટ સંજય સી. દવે ની ધારદાર દલીલીને અદાલતે ગ્રાહ્ય રાખી કલમ ૩૦૨ અને કાવતરા જેવા ગુન્હામાં આકરી સજા ફટકારતા ગુન્હેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

- text