હળવદમાં ચાલતી બેરોકટોક ખનીજ ચોરીને અટકાવી પોલીસ : સાત વાહનોને ઝડપી પાડયા

- text


હળવદ : ખનીજ માફીયાઓ બેરોકટોક ખનીજ ચોરી કરીને સરકારી તિજોરીને નુકશાન પહોંચાડે છે. ત્યારે આજે હળવદ પોલીસ દ્વારા સાત ખનીજ ચોરી કરતાં વાહનોને પકડી પાડતા ખનીજ માફિયામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હળવદ પોલીસે સાત વાહનોને અટકાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદમા થોડા સમયથી સફેદ રેતી તથા સફેદમાટીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. ખનીજ માફિયાઓ રાતોરાત ખનિજ ચોરી કરી સરકારી તિજોરીને મોટુ નુકસાન પહોંચાડી તગડી રકમ કમાતા હોય છે.ત્યારે પોલીસ અધિક્ષક જયપાલસિહ રાઠોડની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ ખાણખનીજની ચોરી કરતા શખ્શોને પકડી પાડવાની સુચનાને અવન્યે હળવદ ઈન્ચાર્જ પીઆઈ સીએચ શુક્લ તથા પોલીસ સ્ટાફ દ્વારા ગેરકાયદેસર માટીની ચોરી કરતા ૨ ડમ્પરો તથા રેતીની ચોરી કરતા ૩ ટ્રેક્ટર અને ૨ ડમ્પર એમ કુલ સાત વાહનોને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

જોકે થોડા દિવસ અગાઉ માલણીયાદ ગામના સરપંચ દ્વારા રેતી ચોરી કરતાં શખ્સોને અટકાવવા નદીના પટમાં ગ્રામ જનો દોડી ગયા હતા.

- text