વાંકાનેર નજીકથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે તુફાન જીપ પકડાઈ

- text


આરઆર સેલના ઉપર છાપરી બે સફળ ઓપરેશન

મોરબી : મોરબી જિલ્લો જાણે દારૂની હેરાફેરીનું કેન્દ્ર બની ગયો હોય તેમ છેલ્લા 24 કલાકમાં 3 જગ્યાએથી વિદેશી દારૂ પકડાયો છે. જેમાં આર આર સેલે ગતરાત્રીના માળીયા નજીક લાખો રૂપિયાનો દારૂ ઝડપી લીધા બાદ વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાતમીને આધારે વધુ એક ઓપરેશન પાર પાડી વિદેશી દારૂ અને તુફાન જીપ સહિત ૪,૯૭,૭૦૦ સાથે સાથે દાહોદના બે શખ્સોને ઝડપી લીધા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ આરઆર સેલને મળેલી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી હતી ત્યારે દાહોદના બે શખ્સો તુફાન જીપ નમ્બર જી.જે.૧૬ ડબ્લ્યુ ૫૬૬૨ માં દારૂ લઇને પસાર થતા આર આર સેલે અટકાવી તલાશી લેતા તુફાનમાંથી ૯૪ બોટલ વિદેશી દારૂ સાથે દિલીપ કાંતિલાલ આદિવાસી અને મુકેશ સૂરિયાભાઈ ભુરિયા રે.ખલતાપૂર, તા.ધાનપુર, જિલ્લો દાહોદ નામના બે શખ્સો ઝડપાઇ ગયા હતા.

પોલીસે વિદેશી દારૂ અને તુફાન જીપ મળી કુલ રૂપિયા ૪,૭૯,૭૦૦ ની માલમતા કબજે કરી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

- text