મોરબી : રફાળેશ્વર નજીકથી 214 નંગ દારૂના ચપલા સાથે એક ઝડપાયો

- text


મોરબી : જીલ્લા પોલીસ વડા જયપાલસિહ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથક ના પીએસઆઈ એ.એમ.રાવલ ને ગઈકાલે મોડી સાંજે ખાનગી બાતમી મળી હતી કે કોઈ શખ્સ રફાળેશ્વર નજીક ઈટો ના ભઠ્ઠા ઉભો રહી ને વિમલ ના થેલા મા વિદેશી દારૂની બોટલ નુ વેંચાણ કરી રહ્યો છે

જે અનુસંધાને તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહીલ ના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ ના પીએસઆઈ રાવલ સહીત નો સ્ટાફ રફાળેશ્વર નજીક ઈટો ના ભઠ્ઠા પાસે જઈ મળેલ બાતમી ના આધારે તપાસ કરતા અંધારામા અજાણ્યા શખ્સની શંકાસ્પદ હીલચાલ નજરે પડી હતી અને વિમલ ના બે થેલા મા કાઈ શંકાસ્પદ નજરે પડ્યુ હતુ જે અંતર્ગત તે શખ્સ ની તપાસ કરી નામ પુછતા આ શખ્સ મગન ટીટાભાઈ ભાંભોર જાતે આદિવાસીઉ.વ.35 રહે.હાલ. રફાળેશ્વર ઈટોના ભઠ્ઠા પાસે મુળ રહે.મુનકોસલા તા.ઝાલોદ જી.દાહોદવાળા હોવાનુ જાણવા મળ્યુ હતુ જેમા તેની પાસે રહેલા સફેદ કલર ના વિમલ ના થેલા ની તલાસી લેતા તેમાથી વિદેશી દારૂ ની પ્લાસ્ટીક ની રોયલ સિલેક્ટ ડીલક્સ વ્હિસ્કી 42.8વી.વી.ફોર સેલ ઈન મધ્યપ્રદેશ લખેલા 126 નંગ ચપલા કિમત રૂપીયા 12,600/- અને પીકે સુપીરીઅર ગ્રેઈન વ્હિસ્કી પાવર ક્રીક 42.7વી.વી.ફોર સેલ ઈન મધ્યપ્રદેશ ઓન્લી લખેલા વિદેશી દારૂ ના પ્લાસ્ટીક ના ચપલા નંગ 88 કિમત રૂપીયા 8800/- ના કુલ મળી 214 નંગ વિદેશી દારૂ ના વ્હિસ્કી ના ચપલા કિમત રૂપીયા 21400 /- ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી મોરબી તાલુકાપોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text