માળીયામાં કાયદાના ખેરખા કાયદો તોડતા ઝડપાયા : પોલીસની કડક કાર્યવાહી

- text


માળીયા પોલીસ ચેકીંગમાં એક વકીલ પીધેલા અને બીજા છરી સાથે ઝડપાયા

માળીયા : ગઈકાલે રાત્રે ચેકીંગ દરમિયાન માળીયા પોલીસે બે કાયદાના ખેરખાઓને કાયદો તોડતા રંગે હાથ ઝડપી લેતા ચકચાર જાગી છે.જો કે માળીયા પોલીસની કડક કાર્યવાહી વકીલ સાહેબોને પસંદ પડી ન હતી.
જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે ગતરાત્રીના ચેકીંગ દરમિયાન એક વકીલ ને પીધેલો અને બીજા વકીલ ને છરી સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં માળીયા મિયાણા પોલીસ રાત્રી ના ભીમસર ચોકડી નજીક પેટ્રોલીંગ મા હતી ત્યારે ત્યાથી પસાર થતા મોટરસાયકલ નંબર જીજે૧૩ એસએસ ૨૧૬૫ ને રોકતા પ્રવીણભાઈ રણછોડભાઈ કોરડીયા ઉ.૩૯ રહે.જોગાસર તળાવ,તા.ધ્રાંગધ્રા,જી.સુરેન્દ્રનગર વાળા ધંધો વકીલ ને નશો કરેલ હાલત મા હોવાનું માલુમ પડતા ધરપકડ કરી હતી. આ ઉપરાંત મોડી રાત્રે ચેકીંગ ચાલુ હતું ત્યારે ત્યાથી જ પસાર થતા પ્રવીણભાઈ હરીશભાઈ શુક્લ રહે.ધ્રાંગધ્રા ધંધો વકીલ ઉ.૩૭ ને બાઈક સાથે રોકી તલાશી લેતા છરી સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ પોલીસ ચેકીંગમાં એક સાથે બબ્બે વકીલો કાયદાનું ઉલ્લંઘન કરતા ઝડપાતા ભારે ચકચાર જાગી હતી.

- text

- text