મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક બે અકસ્માત

- text


ટંકારા : આજે સાંજે રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારના હરબાટીયાળી નજીક બે ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિ ઘાયલ થઈ હતી.

- text

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે ઉપર હર્બટિયાળી નજીક બે કાર અથડાતા માંડલ ગામના મનોજભાઈ રમેશભાઈ નામના યુવાનને ઇજાઓ પહોંચી હતી.
આ અકસ્માત બાદ આ જ સ્થળે સર્જાયેલા અન્ય અકસ્માતમાં ટ્રકે ઠોકર મારતા જ્યોત્સનાબેન ગોવિંદભાઇ નામના મહિલાને ઇજાઓ પહોંચતા ૧૦૮ મારફત સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

- text