હળવદના જીઆઈડીસીમાં યુવાને ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

- text


હળવદ : હળવદની જીઆઈડીસી વસાહતમાં છૂટક મજૂરી કામ કરતા પરપ્રાંતીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર જગાવી હતી. જોકે આ બનાવ બનતા આજુબાજુ રહેતા લોકાના ટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

- text

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતોનુસાર હળવદના જીઆઈડીસીમાં છુટક મજુરી કરતો સુશિલકુમાર ગઢુભાઈ (ઉ.22) રહે. (મધ્ય પ્રદેશ રાજ્ય) પોતાના મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતુ. જીઆઈડીસી વિસ્તારના રહેણાંક મકાનમાંથી પરપ્રાંતીય યુવક આપઘાત કરી લેતાં પોલીસ સ્ટાફના હરેશભાઇ ચાવડા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતકની લાશનો કબજો લઈ હળવદની સરકારી હૉસ્પિટલ ખાતે પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. જોકે આ બનાવથી પરિવારજનોમાં કાળો કલ્પાત વ્યાપી ગયો હતો.

 

- text