વાંકાનેર-રાજકોટના મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલતી મોરબી એલસીબી

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે વાંકાનેર અને રાજકોટથી ચોરાયેલ બે મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી ૫૦ હજારની કિંમતના બે મોટરસાયકલ સાથે ટંકારના વાહન ઉઠાવગીરને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો સ્ક્વોડના એએસઆઈ એચ.એમ ચાવડા અને હેડ કોન્સ્ટેબલ ચંન્દ્રકાંતભાઈ વામજાએ બાતમીને આધારે ટંકારાના ઇમરાન ઉર્ફે ઇમલો ઉર્ફે અલી હબીબભાઈ અબરાણી ઉ.૨૭ પકડી પાડી વાંકાનેરમાંથી ચોરેલ હીરોહોન્ડા સીડી ડોન કિંમત રૂપિયા ૨૦ હજાર અને રાજકોટ પ્ર.નગર પોલીસ મથક વિસ્તારમાંથી ચોરેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિંમત રૂપિયા ૩૦ હજાર સહિત કુલ ૫૦ હજારની કિંમતના મિત્ર સાયકલ કબ્જે કરી બંને ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

- text

- text