ભડિયાદ ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં રૂ. ૧૦.૫૧ લાખનો ફાળો

- text


સતિ મદાલશા યાને સ્વર્ગની સુંદરી અને બુદ્ધિચટ નાટક રજૂ કરાયા

મોરબી:મોરબી તાલુકાના ભડિયાદ ગામે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક અને રમુજી નાટક રાજુ થાય હતા અને લોકોએ નાટક જોઈ ઉદાર હાથે ફાળો આપી ગૌશાળા માટે એક જ રાત્રીમાં રૂ. ૧૦.૫૧ લાખનો ફાળો નોંધાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ભડિયાદ ગામે આવેલી ગૌશાળાના લાભાર્થે સ્વયં સેવકો અને બજરંગ ઢોલ-ત્રાંસા ગ્રુપના યુવકો દ્વારા સતિ મદાલશા યાને સ્વર્ગની સુંદરી નામનું ઐતિહાસિક નાટક રાજુ કરવાની સાથે લોકોના મનોરંજન માટે બુદ્ધિચટ નામનું રમુજી નાટક પણ રાજુ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભડિયાદ ખાતે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ આ નાટકના કાર્યક્રમની શરુઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી.
ભડિયાદ ખાતે યોજાયેલ આ નાટક જોવા માટે ગ્રામજનો ઉપરાંત મોરબી શહેર અને આજુબાજુના ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ગાયમાતાના લાભાર્થે ઉદાર હાથે ફાળો નોંધાવી ગણતરીની કલાકોમાં જ રૂપિયા દશ લાખ એકાવન હજારનો ફાળો એકત્રિત કરી આપ્યો હતો.

- text

- text