મોરબીમાં સરકારી બાબુઓની હપ્તાખોરીથી જીએસટીની બેફામ ચોરી

- text


પાંચ દિવસ પહેલા કબૂતર બિલ વાળી સિરામિક ટાઇલ્સની ગાડી પકડી મોટો તોડ કરી લેવાયોની ચર્ચા : સરકારી તિજોરીને કોરી ખાતા હપ્તા ખોર અધિકારીઓ

મોરબી : જીએસટી અમલી બન્યા પૂર્વે મોરબીમાં ચાલતો બે નંબરનો વેપાર જીએસટી લાગુ પડ્યા બાદ બંધ થવાને બદલે જોર-શોરથી વધુ ચાલી રહ્યો છે અને હવે તો જીએસટીના પ્રિવેન્ટીવ અધિકારીઓ જ આવા ગોરખધંધા માથે રહીને કરાવતા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

સુમાહિતગર સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં જીએસટીના પ્રિવન્ટીવ અધિકારીઓ અને કબુતર બીલ વડે ધંધો કરતા વેપારીઓ વચ્ચે જોરદાર સાંઠગાંઠ થઈ ગઈ છે. ચાર-પાંચ દિવસ પૂર્વે આવી જ એક કબૂતર બિલ વાળી ગાડી અને આવા કબૂતર બીલવાળા પકડાયા બાદ પણ કોઇ એકશન લેવામાં ન આવતા અધિકારીઓ અને કબૂતર બીલિંગવાળાઓનું ગઠબંધન ખુલ્લું પડ્યું છે.
વધુમાં જુના વેટ વિભાગ અને હાલના જીએસટી વિભાગના અધિકારીઓ ફક્ત ને ફક્ત હપ્તામા જ રસ હોવાને કારણે બે નંબરનો વેપાર વધ્યો છે અને સરકારની તિજોરીમા મોટું નુકશાન જઈ રહ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જો ચાર પાંચ દિવસ પહેલા ના પકડાયેલ કબુતર બિલ વાલા અને બીલ વગરની ગાડી ની તપાસ થાય તો ઘણી મોટી ચોરી પકડાય તેમ છે પરંતુ હપ્તાખાવ અધિકારીઓ મામલો દબાવી ને બેએ જતા આ મામલે હાલમાં ઉચ્ચકક્ષાએ ફરિયાદ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
સેન્ટ્રલ જીએસટી ટીમે એકાદ માસ પૂર્વે કબૂતર બિલ ઉપર માલ મોકલવા મામલે અડધો કરોડની ટેક્સ ચોરી પકડી હતી.પરંતુ ફરી પાછો આ સીલ સિલો શરુ થયો છે અને સરકારને કરોડોના નુકશાન પહોંચાડી અધિકારીઓ પોતાના ઘર ભરવાના ધંધા કરી રહ્યા છે.
જીએસટીના અમલ બાદ મોટી મોટી વાતો કરવામાં આવતી હતી કે ચોરીનો સિલસિલો અટકી જશે પણ જે રીતે એકસાઈઝ ચોરી કરવામાં આવતી હતી તે જ રીતે જીએસટીમાં પણ ફરીથી ચોરી શરુ કરી દેવામાં આવી છે.
જીએસટીના અમલ બાદ ડીજીસીઇઆઈનું નામ બદલી જીએસટીઆઈ એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલીજન્સ રાખવામાં આવ્યું છે અને તેઓ પાસે પણ જીએસટી ચોરી વિષે માહિતીઓ આવી રહી છે પણ તેઓ દ્વારા હમણા પગલાં લેવામાં આવી રહ્યાં નથી પરિણામે જીએસટી ચોરીનું પ્રમાણ બેફામ હદે વધ્યું છે.
ચેકપોસ્ટ બંધ થતાં જીએસટી ચોરી આસાન
મોરબીમાં જીએસટી અમલમાં આવ્યું તે પહેલાં કબૂતર બિલ ના નામે ઓળખાતી ટેક્સ ચોરી કરવામાં આવતી હતી અને હવે જીએસટીના અમલ બાદ કબૂતર બિલ નું પ્રમાણ બેફામ હદે વધ્યું છે જેમાં વેટ વિભાગ એટલે કે જીએસટીના અધિકારીઓની જ સંડોવણી હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. આશ્ચર્ય તો એ વાત નું છે કે જીએસટીના અમલની સાથે જ હાઈવે પર બનાવવામાં આવેલ ચેકપોસ્ટને દૂર કરી દેવામાં આવી છે અને કબૂતર બીલના માલને ખુદ જીએસટીના અધિકારીઓ પાળી પોષી સરકારી તિજોરીમાં નુકશાન નહીં પણ રીત સરના ગાબડાં પાડી રહ્યા છે આ સંજોગોમાં જો આ દુષણ દૂર નહીં થાય તો જીએસટી કાયદા મજાક સમાન બની જશે અને અધિકારીઓ ના તેમજ દલાલોના ઘર ભરાશે.

- text

કબૂતર બીલમાં જીએસટી અધિકારીઓના દલાલોને ફાયદા હી ફાયદા
વર્ષે દહાડે અબજો કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરતા મોરબીના સીરામીક ઉદ્યોગમાં જીએસટી કાયદાના અમલ બાદ કબૂતર બિલ વાળા વેપારને ભારે ઉત્તેજન મળ્યું છે હાલ મોટાભાગના વેપાર કબૂતર બીલના આધારે જ થઈ રહ્યા છે ત્યારે આ કબૂતર બીલના કાળા કારોબારમાં જીએસટી વિભાગના અધિકારીઓને મહિને કરોડોના હપ્તા પહોંચાડવા માં આવી રહ્યા છે અને આ કરોડોના કાળા ધંધામાં જીએસટી અધિકારીઓની દલાલી કરતા દલાલો પણ મોટી કમાણી કરી રહ્યાં છે.

- text