લજાઈ ચોકડી થી હડમતિયા જડેશ્વર સુધીનો રોડ મોતના કુવા સમાન

- text


હડમતીયા : ટંકારા તાલુકાના લજાઈ ચોકડીથી હડમતિયા જડેશ્વર સુધીના રોડ પર નિકળવું અેટલે…”મોતના કુવામાં વાહન ચલાવવા બરાબર”

આ રોડ ગેરેન્ટી પિરિયડમાં હોવા છતા કેમ તંત્ર આંખ આડા કાન કરે છે…? વારંવાર રજુઆત કરવા છતા આજકાલ કરીને અેક વર્ષ વિતી જવા પામ્યું છે પણ નિભર તંત્રને પેટનુ પાણી નથી હલતુ.

ભંગાર હાલતમાં ફેરવાઈ ગયેલ લજાઈ ચોકડીથી હડમતીયા જાડેશ્વર રોડ ઉપર ઉધોગ તેમજ સેલ્ફ ફાઈનાન્સ સ્કુલો પણ આવેલ હોવાથી વિધાર્થીઅો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને જો રોડ પરના નાલા પર સમય સુચકતા ન રહે તો સ્કુલબસો નાલા નીચે ખાબકવાથી મોટી દુર્ધટના થઈ શકે તેમ છે.

- text

ઉલ્લેખનીય છે કે ખારીના નાલા તરીકે અોળખાતા નાલા પર તો ડિવાઈડર પણ નથી અને અેકદમ જર્જરિત હાલતમાં છે આ રોડ પર ભારે વાહનનો સતત ઘસારો રહેવાથી નાલા પર અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે.આ રોડ પર નાના અકસ્માત તેમજ મૃત્યું પામવાના કિસ્સા જગ જાહેર છે આથી તંત્રને વહેલી તકે આ રોડ રિપેર કરવા માંગણી ઉઠાવવામાં આવી છે.

- text