સર્વધર્મ બાળાઓના હસ્તે સંકલ્પ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ

- text


મહિલાઓ માટે વિનામૂલ્યે અર્વાચીન રસોત્સવમાં પછાત વિસ્તારના બહેનો માટે ખાસ વ્યવસ્થા
મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે સર્વધર્મ સમભાવની ભાવના સાથે સર્વધર્મની બળાઓના હસ્તે દીપપ્રાગટય કરી જોરસોરથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

- text

સમાજના વંચિત લોકો પણ અન્ય લોકોની જેમ તહેવારો ઉજવી શકે તેવા ઉમદા આશયથી છેલ્લા આઠ વર્ષથી મોરબીના લોકો માટે કઈક નવીન આયોજન કરવામાં આવ્યું છે.આ વર્ષે આશરે ૧૮૦૦ થી ૨૦૦૦ જેટલા મહિલાઓએ ફ્રી રજીસ્ટ્રેશન કર્યું છે. જેમાં ૧૦ વર્ષની બાળાથી માંડીને ૭૫ વર્ષના વૃદ્ધાનો સમાવેશ થાય છે. અહીં માં શક્તિની આરાધના કરવાની સાથે સાથે દેશ ભક્તિના ગીતો સાથે રાસગરબાની શરૂઆત કરવામાં આવે છે અને આપણી સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. અર્વાચીન ગરબા સાથે ખેલેયાઓ રાસ ની રમઝટ બોલાવે છે. આ મહોત્સવમાં અર્વાચીન ગરબા રાસની સાથે-સાથે અઘોર નગારા, તાલીરાસ જેવા પ્રાચીન ગરબા સાથે રાસોત્સવની ખેલૈયાઓ મજા માણે છે.સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં આજે એક બોક્સ રાખવામાં આવશે. જેમાં દેશની રક્ષા માટે સરહદ પર ફરજ બજાવતા આર્મીના જવાનો માટે દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા પત્ર લખીને તે બોક્સમાં નાખવામાં આવશે. બાદમાં આ પત્રોનું મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ કલેકશન કરી આર્મીના જવાનો સુધી પહોચાડવાનું અભિયાન હાથ ધરશે. યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે આ નવરાત્રી મહોત્સવમાં સ્લમ વિસ્તારની સરકારી શાળાની બાળાઓ અને પછાત વિસ્તારોની બાળાઓ તેમજ મહિલાઓને અહી ગરબા રમવા માટે એના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે,જેથી તેઓ અર્વાચીન રાસોત્સવ માણી શકે.

- text