મોરબી વિકાસ વિદ્યાલયની બાળાઓને અને વૃદ્ધાશ્રમના વડીલોને ભાવતા ભોજન કરાવતી ગુરુકૃપા હોટલ

- text


નવરાત્રીના પ્રસંગે બાળાઓને ટ્રેડિશનલ ડ્રેસ અને વૃદ્ધ વડીલોને કપડાં ભેટ અપાયા

- text

મોરબી:મોરબી નેશનલ હાઇવે ઉપર આવેલ ગુરુકૃપા થ્રિ સ્ટાર હોટલના સંચાલકો દ્વારા ગઈકાલે વિકાસ વિદ્યાલયની બાળાઓ અને વૃદ્ધાશ્રમના વડીલોને હોટલમાં ભાવતા ભોજનીયા કરાવી ભેટ સ્વરૂપે કપડાં આપવામાં આવ્યા હતા.
છેલ્લા ચાર વર્ષથી થ્રી સ્ટાર ગુરુકૃપા હોટલ દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો અને વિકાસ વિદ્યાલયની બાળાઓને મનગમતા ભોજન પીરસી હોટલમાં અદભુત જલસો કરાવવમાં આવે છે.
ભાવતા ભોજન કરાવ્યા બાદ પરંપરા મુજબ વિકાસ વિદ્યાલયની ૧૩૦ બાળાઓને ટ્રેડિશનલ ડ્રેસીસ અને વડીલોને કપડાં અને વૃદ્ધાશ્રમના માતાઓને પસંદગીની સાડીઓ ભેટ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વડીલ વૃદ્ધ અને વિકાસ વિદ્યાલયની બાળાઓને જરાપણ ઓછું ન આવે તેવા ઉમદા હેતુથી થતા આ પરોપકારના સેવા કાર્યમાં ગઈકાલે ડિસ્ટ્રિક્ટ જજ રિઝવાના ઘોઘારી અને જજ મુન્સી સાહેબ પણ જોડાયા હતા અને વડીલો તથા વિકાસ વિદ્યાલયની દીકરીઓના મોઢા પર ખુશી જોઈ તેઓ પણ અત્યન્ત ભાવુક બની ગયા હતા અને ગુરુકૃપા હોટલ દ્વારા થતી સેવા પ્રવૃત્તિને અમૂલ્ય ગણાવી હતી.
નોંધનીય છે કે ગુરુકૃપા હોટલના સંચાલકો ભગવાનજીભાઈ કાસુન્દ્રા, ગૌતમભાઈ કચોરિયાં,માણંદભાઈ આહીર, રમેશભાઈ મોરડીયા,કિશોરભાઈ ચંડીભમર, જગદીશભાઈ તુલસીયાણી,હનુભા જાડેજા સહીત ના દ્વારા દરમહીને એક વખત વિકાસ વિદ્યાલયની બાળાઓ અને વૃધ્ધાશ્રમના વડીલોને હેતથી જમાડવામાં આવે છે.

- text